કૂતરાનુ નામ પત્ની જેવુ રાખવા પર ભડક્યો પડોશી, કેરોસીન છાંટીને મહિલાને લગાવી દીધી આગ
પડોશીએ મહિલાને આગ ચાંપીને સળગાવી દીધી. કારણ જાણીને ચોંકી જશો.
ભાવનગરઃ ગુજરાતમાં એક એવી ઘટના બની છે જે ચોંકાવનારી છે. પડોશીએ મહિલાને આગ ચાંપીને સળગાવી દીધી. એક મહિલા દ્વારા પાલતુ કૂતરાનુ નામ પડોશીની પત્ની જેવુ રાખવામાં આવતા એ પડોશી એટલો ગુસ્સો થયો કે તેણે કેરોસીન છાંટીને મહિલાને આગ લગાવી દીધી. આગથી બળેલી મહિલા હવે હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને મોત સામે ઝઝૂમી રહી છે. તેની ઓળખ 35 વર્ષીય નીતાબેન સરવૈયા તરીકે થઈ છે.

આ ઘટના ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાના પાલિતાણાની છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પડોશી દ્વારા સળગાવવામાં આવેલી મહિલા નીતાબેન સરવૈયા(35 વર્ષ)નો ઈલાજ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. આ કેસમાં પોલિસે જણાવ્યુ કે નીતાબેને પોતાના કૂતરાનુ નામ સોનૂ રાખ્યુ હતુ. વળી, તેની પડોશમાં રહેતા સુરભાઈ ભરવાડની પત્નીનુ નામ પણ સોનૂ છે. નીતાબેન જ્યારે કૂતરાને સોનૂ-સોનૂ બોલાવતી તો પડોશીને ગમતુ નહોતુ. તેણે નીતાબેન સામે વિરોધ પણ દર્શાવ્યો પરંતુ તેણે નામ ન બદલ્યુ.
સુરભાઈ એટલા ગુસ્સે થયા કે તેમણે છેવટે તેને પાઠ ભણાવવાનુ નક્કી કર્યુ. પોલિસને મળેલી ફરિયાદ અનુસાર જે વખતે નીતાબેન સરવૈયાના પતિ બે બાળકો સાથે બહાર ગયા હતા એ વખતે ઘરમાં માત્ર નીતાબેન અને તેમનો સૌથી નાનો દીકરો જ હાજર હતો. ત્યારે સુરભાઈ ભરવાડ પોતાના 5 દોસ્તો સાથે નીતાબેનના ઘરમાં ઘૂસી ગયા. જ્યાં સુરભાઈ અને સરવૈયા વચ્ચે સોનૂ નામને લઈને જોરદાર ઝઘડો થયો. પોલિસને આપેલા નિવેદનિમાં સરવૈયાએ કહ્યુ કે ભરવાડે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને જેવી તે કિચન બાજુ ગઈ ત્યારે એક વ્યક્તિએ કેરોસીન છાંટીને માચિસની સળી સળગાવી દીધી.
આગ લાગતા જ સરવૈયા બૂમાબમ કરવા લાગી. ચીસો સાંભળીને પડોશમાંથી લોકો દોડી આવ્યા. થોડી વાર પછી સરવૈયાના પતિ પણ આવી ગયા. તેમણે કોટથી આગ ઓલવી અને સરવૈયાને હોસ્પિટલમાં પહોંચાડી. પોલિસ આવી અને કેસ નોંધ્યો. શરુઆતની તપાસમાં સામે આવ્યુ કે સરવૈયા અને હુમલાખોરોના પરિવારે વચ્ચે પહેલા પણ પાણી માટે ઝઘડો થયો હતો. જો કે આ મામલો વાતચીત બાદ ઉકેલાઈ ગયો હતો. આગ લગાવવા મામલે પોલિસે સુરભાઈ ભરવાડ અને અન્ય 5 આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિત અન્ય કલમોમાં કેસ નોંધ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
