For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છમાં નિર્માણ પામી રહેલો પાર્ક નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે સરકાર દ્વારા ઉચ્ચસ્તરે નિયમિત સમિક્ષા

કચ્છના ખાવડા ખાતે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વિશ્વના સૌથી મોટા ૩૦,૦૦૦ મેગાવોટના સોલાર-વિન્ડ પાર્કની કામગીરી પ્રગત્તિમાં છે. આ પાર્કમાં ડીસેમ્બર-૨૦૨૪ સુધીમાં ૫૦ ટકા તેમજ ડીસેમ્બર-૨૦૨૬ સુધીમાં ૧૦૦ ટકા વીજ ક્ષમતા સ્થાપિત કરવાન

|
Google Oneindia Gujarati News

કચ્છના ખાવડા ખાતે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વિશ્વના સૌથી મોટા ૩૦,૦૦૦ મેગાવોટના સોલાર-વિન્ડ પાર્કની કામગીરી પ્રગત્તિમાં છે. આ પાર્કમાં ડીસેમ્બર-૨૦૨૪ સુધીમાં ૫૦ ટકા તેમજ ડીસેમ્બર-૨૦૨૬ સુધીમાં ૧૦૦ ટકા વીજ ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તેમ, ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

SOLAR PARK

મેનેજિંગ ડિરેકટરે પાર્કની માહિતી આપતાં કહ્યું હતું કે, આ યોજના નિશ્ચિત સમયમાં પૂર્ણ થાય તે માટે સમયાંતરે રાજય સરકાર દ્વારા વિવિધ સ્તરે થયેલી પ્રગતિની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. સોલાર-વિન્ડ પાવર પાર્કમાં જે ડેવલોપર્સને પાર્ક સ્થાપિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તેમના દ્વારા ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રીન્યુબલ એનર્જી (MNRE) સંસ્થા દ્વારા સોલાર પાર્ક સ્થાપવાની Mode-8 Scheme અંતર્ગત ભારત સરકારના સાહસ NTPC RELના ખાવડા ખાતે ૪,૭૫૦ મે.વો.નો પાર્ક સ્થાપવા તેમજ ગુજરાત સરકારના GSECLના ૩,૩૨૫ મે.વો. અને GIPCLના ૨૩૭૫ મે.વો.ના RE પાર્ક ખાવડા ખાતે સ્થાપવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

વધુમાં, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (MoD) કેન્દ્ર સરકાર પાસેથી આ પાર્ક સ્થા૫વા માટે અગોતરી મંજૂરી મેળવવામાં આવી છે જે અંતર્ગત સંરક્ષણ મંત્રાલયના નિર્દેશ અનુસાર લોકલ મિલિટરી ઓથોરિટી (LMA) સાથે સંકલનમાં રહી આ પાર્કની કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય પ્રાધિકરણ અનુસંસ્થાન (CEA) દ્વારા પણ આ વિશાળ પાર્કમાંથી વીજળી લઇ જવા માટે જરૂરી એવા વીજ પરિવહન વ્યવસ્થાને મંજૂરી અપાઈ છે. તેમાંથી Phase-Iની ૩,૦૦૦ મેગાવોટની વીજ પરિવહન વ્યવસ્થા માટે EPC કોન્ટ્રાક્ટર પણ નક્કી કરી દેવામાં આવ્યા છે, જેમના દ્વારા સ્થળ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. સંબંધિત ડેવલોપર્સ દ્વારા પાણીની જરૂરિયાત માટે રણ વિસ્તારના ખારા પાણીમાંથી મીઠા પાણી બનાવવાના R.O. પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી મેળવી લેવામાં આવી છે. ડેવલ૫ર્સ દ્ઘારા વિવિધ અભ્યાસ જેવાં કે Contour Survey, Soil Investigation, Foundation Structure Design Testing જેવી કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, આ રીન્યુએબલ એનર્જી પાર્કને જોડતા બે માર્ગીય ૩૦ કિ.મી.ના એપ્રોચ રોડની કામગીરી રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પાર્કની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે તેની સંવેદશીલતા અને રાષ્ટ્રીય સુરક્ષાને કેન્દ્રસ્થાને રાખીને આ સ્થળ ૫ર આવનારા માનવબળની પુરતી ચકાસણી કરવા માટે પોલીસ અધિક્ષકશ્રી, (૫શ્ચિમ) કચ્છ-ભુજ સાથે સંકલનમાં રહીને કમ્પ્યૂટર એડેડ સોફટવેર સિસ્ટમ ૫ણ વિકસાવવામાં આવી રહી છે તેમ GPCLના મેનેજિંગ ડિરેક્ટરે ઉમેર્યું હતું.

English summary
Work on the 30,000 MW solar park will be completed by 2026
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X