For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની સૌથી મોટી ગાર્ડન ક્લોક ફરી શરૂ થશે સુરતમાં

|
Google Oneindia Gujarati News

સુરત, 13 ઓક્ટોબરઃ સુરત ખાતે વિશ્વની સૌથી મોટી ગાર્ડન ઘડિયાળ આવેલી છે. જેને ભેસ્તાન સ્થિત નવીનચંદ્ર ગાર્ડનમાં બનાવવામાં આવી છે. આ ઘડિયાળ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી અને તેને રિપેર કરવાની દરકાર લેવામાં આવી નહોતી પરંતુ હવે જનભાગીદારીથી એ ઘડિયાળને ફરી ફરતી કરવાનું કામ સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ ઘડિયાળને ચેન્નાઇ બેઝ્ડ ઇન્ડિયા ક્લોક એન્ડ સાયન્સ દ્વારા બનાવવામાં આવી હતી. કેટલીક કંપનીઓ દ્વારા તેને રિપેર કરવાની જવાબદારી ઉઠાવી હતી, પરંતુ તે થઇ શક્યું નહોતું. હવે આ કામ મોરબીની એક ઘડિયાળ નિર્માતા કંપનીને સોંપવામાં આવ્યું છે.

garden-clock-Surat
આ ઘડિયાળને ચાલુ કરવા માટે મોરબીની ઘડિયાળી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા વિવિધ ઓફર્સ આપવામાં આવી હતી, જેમાં ઘડિયાળને ચાલું કરવા માટે થનારો 7.50 લાખ રૂપિયાનો ખર્ચ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે. જેના બદલામાં કંપની પોતાનું બ્રાન્ડ નેમ ઘડિયાની વચ્ચે રાખશે. તેમજ ઘડિયાળની બાજૂમાં કંપની દ્વારા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવશે.

નોંધનીય છેકે, 2010માં ગુજરાતની ગોલ્ડન જ્યુબિલી વખતે આ ઘડિયાળને ઓપન કરવામાં આવી હતી. આ ઘડિયાળ બેસ્તાન જીઆવ રોડ ખાતે આવેલી છે, જે સ્વિત્ઝરલેન્ડની સૌથી મોટી ગાર્ડન ક્લોક કરતા 2.20 મીટર મોટી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઘડિયાળને નવીન ફ્લોરિન કંપની દ્વારા આપવામાં આવેલી 93 હજાર સ્કેવર મીટર જમીનમાં બનાવી છે. આ ગાર્ડનને નવિનચંદ્ર મફતલાલ ગાર્ડન નામ આપીને શહેરનું સૌથી મોટું ગાર્ડન બનાવ્યું છે.

English summary
World’s biggest garden clock will start ticking again in Surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X