For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે ગુજરાતના ધોલેરામાં, જાણો વધુ

ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સોલાર પાર્ક, જે 5000 MW વિજળીનું ઉત્પાદન કરશે. જાણો આ અંગે વધુ વિગતો અહી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સોલાર પાર્ક, જે 5000 MW વિજળીનું ઉત્પાદન કરશે. આ માટે ધોલેરા પાસે જગ્યા ફાળવવામાં આવી છે. સાથે જ આ વિસ્તારમાં પવનચક્કી પણ લગાવી બીજી 200 મેગાવોટ વિજળી ઉત્પન્ન કરવાની વિચારણા ચાલી રહી છે. આ માટે મંગળવારે ગુજરાત સરકારે મંજૂરી આપી હતી. દેશનો આ પહેલો સૌથી વિશાળ સોલાર પાર્ક માટે ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં આવતા ખંભાતના અખાતમાં 11,000 હેક્ટરની જમીન ગુજરાત સરકારે આપી છે. સાથે આ પાર્ક બનાવવા માટે 25,000 કરોડ રૂપિયાનું રોકાણ પણ સરકાર કરશે. જેનાથી 20,000 જેટલા લોકોને રોજગારી પણ મળશે.

solar

નોંધનીય છે કે પીએમ નરેન્દ્ગ મોદીએ 2022 સુધીમાં 175 ગીગાવોટ ઊર્જાનું બિન પરંપરાગત રીતે ઉત્પાદન કરવાનું સપનું જોયું હતું તેમાં આ વિશાળ સોલાર પાર્ક મહત્વનું યોગદાન આપશે. આ મામલે રૂપાણીએ જણાવ્યું કે આ સોલાર પાર્કના કારણે સ્થાનિક લોકોને તો રોજગારીની તકો મળશે જ સાથે જ ધોલેરા ઇન્ટરનેશનલ સીટી અને આસપાસના વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગ ફેસેલિટીની તક પણ પૂરી પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ભલે હાલ દેશનો સૌથી મોટો સોલર પાર્ક બનાવી રહ્યો હોય પણ આ પહેલા પણ ગુજરાતમાં સૌરઊર્જા દ્વારા વિજળી મેળવવા માટે પ્રયાસો હંમેશાથી આવકાર્ય રહ્યા છે. ગુજરાતનો પહેલા સોલર પાર્ક પણ પાટણના ચારકણા ગામમાં બનાવવામાં આવ્યા હતો. તે પછી વાવમાં પણ આવો જ સોલાર પાર્ક ઊભો કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. હાલ ગુજરાત 1420 મેગાવોટ જેટલી સૌર ઊર્જા ઉત્પન્ન કરી રહ્યું છે. પહેલા ગુજરાતની ઓળખ એક સૌર ઊર્જા ઉત્પન્ન કરતા રાજ્યોમાં ટોપમાં થતી હતી. હવે બીજા રાજ્યો પણ સૌર ઊર્જા તરફ વળી રહ્યા છે. ત્યારે પ્રદૂષણ મુક્ત તેવી વિજળીનું ઉત્પાદન કરતી સૌરઊર્જાને ગુજરાતમાં આટલા મોટા પાયે ઉત્પન્ન કરીને ખરેખરમાં ભારતે ગ્લોબલ વોર્મિંગ મામલે પણ મોટું યોગદાન આવનારા દિવસોમાં આપશે.

English summary
Gujarat Chief Minister Vijay Rupani approved setting up a 5,000 MW capacity solar park at the Dholera. Read more on about it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X