For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોકડ્ર્રીલના 'ટોપી' વિવાદ પર આનંદીબેને માંગી માફી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 1 જાન્યુઆરી: આતંકવાદી હુમલાની ચેતાવણી બાદ આખા દેશમાં સુરક્ષા આકરી કરી દેવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતાં આનંદીબેન પટેલે કહ્યું કે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતાં આનંદીબેન પટેલનું કહેવું છે કે મોકડ્રીલમાં આતંકવાદીને ધર્મ સાથે જોડવો ખોટી વાત છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન આનંદીબેન પટેલે કહ્યું હતું કે મોકડ્રીલ દરમિયાન આતંકવાદીને મુસ્લિમ ટોપી પહેરાવવી ખોટી વાત છે અને તેના માટે હું માફી માંગું છું.

anandi-ben-patel

આનંદીબેન પટેલે કહ્યું કે હવે આ મુદ્દાને મહત્વ આપવામાં ન આવે. આનંદીબેન પટેલે કહ્યું કે પોલીસે ટોપી પહેરાવીને જે ભૂલ કરી છે તેને સુધારી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલાની ચેતાવણી બાદ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને તપાસ-પરખવા માટે ઠેર-ઠેર મોકડ્રીલ કરવામાં આવી રહી છે. એવામાં જ સુરતના ઓલપાલ વિસ્તારમાં કરવામાં આવી. પરંતુ આ મોકડ્રીલ વિવાદમાં આવી ગઇ. મોકડ્રીલ દરમિયાન ડમી આતંકવાદીને પોલીસે નમાજી ટોપીમાં દર્શાવ્યો.

તેને લઇને અલ્પસંખ્યક સમુદાયના લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ પોલીસ કમિશ્નર પ્રદીપ સેજુલે આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો છે. ગુજરાત અલ્પસંખ્યક સેલના પ્રમુખ મહબૂબ અલી બાબાએ પોલીસ કમિશ્નરને મુસ્લિમ વ્યક્તિને આતંકવાદીના રૂપમાં દર્શાવવા પર તેની ફરિયાદ કરી છે.

English summary
Gujarat Chief Minister Anandiben Patel on Thursday sought to end a controversy involving the Surat Police which recently made some policemen wear skullcaps to look like dummy terrorists during an anti-terror mock drill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X