અમદાવાદ : મુસ્લિમ ઘરો પર લાલ ચોકડી મામલે થયો ખુલાસો

Subscribe to Oneindia News

અમદાવાદના પાલડી વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ વસ્તી રહે છે ત્યારે થોડા દિવસ પહેલા ઝૈદ શૈખ નામના સ્થાનિક વ્યક્તિએ ચૂંટણીપંચ ને ફરિયાદ કરી હતી કે ડીલાઈટ ફ્લેટ, અમન કોલોની, નમેનસ ફ્લેટ, સહિત 10 મુસ્લિમ સોસાયટીઓમાં કેટલાક લોકોએ ભય ફેલાવના હેતુથી ફ્લેટની બહાર લાલ ચોકડી કરી છે. જેથી આ ફરિયાદને ગંભીરતાથી લઈ ઝોન 7 ના નાયબ પોલીસ કમિશનર આર. જે. પારગીએ તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા લાલ રંગના માર્કિંગ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ સુપરવાઈઝર નીતિન ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી વાનમાં જીપીએસ ફીટ કરવામા આવ્યા છે. જેથી કચરો એકત્ર કરતો સ્ટાફ જો કોઈ જગ્યાએ કચરો લેવા ના જાય તો નજર રાખી શકાય. જેમાં સ્ટાફ 10 જેટલી જગ્યાએ કચરો લેવા નહોતા ગયા ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ રેડ માર્કસ કરવામાં આવ્યા હતા.

cross mark on wall

પોલીસ અધિકારીઓ નું કહેવું છે કે રેડ માર્કસ કરવા પાછળ કોમી વિખવાદ ફેલાવાનો હેતુ નહોતો પણ ગેરસમજણ થઈ હતી અને આ રેડ માર્કસ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામા.આવ્યા હતા. નોંધનીય છે કે અમદાવાદમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે કેટલાક પોસ્ટર અને આવા રેડ ક્રોસ અહીં રહેતા લધુમતી સમાજમાં અનેક સવાલો ઊભા કર્યા હતા. જો કે પાછળથી આ સમગ્ર મામલે જાણકારી મળતા તેમણે હળવાશ અનુભવી હતી. નોંધનીય છે કે આ લાલ ચોકડીનો મુદ્દો ન્યૂઝ ચેનલોમાં પણ છવાઇ જતા વિવાદ વકર્યો હતો.

English summary
Before Election X marks on Muslim houses at Ahmedabad create serious issue. But now Ahmedabad Municipality give clarification that it's done for garbage collection.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.