For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election: અરવલ્લી જિલ્લાની જનતા જનાર્દન ક્યારેય દુશ્મનો સામે નમવાનું શીખ્યા નથી: આદિત્યનાથ યો

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પ્રચાર માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ અરવલ્લી જિલ્લાના બાયડ વિધાનસભા સીટ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભીખીબેન પરમારના સમર્થનમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પ્રચાર માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ અરવલ્લી જિલ્લાના બાયડ વિધાનસભા સીટ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભીખીબેન પરમારના સમર્થનમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી.

ELECTION

આદિત્યનાથ યોગીજીએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લાની ચર્ચા થાય ત્યારે મહારાણા પ્રતાપની ચર્ચા યાદ આવી જાય છે. અરવલ્લી જિલ્લાની જનતા જનાર્દન ક્યારેય દુશ્મનો સામે નમવાનું શીખ્યા નથી. ગુજરાતની ધરતી એ પાવન ધરતી છે. ગુજરાતની ધરતી એ દેશને સ્વતંત્રતા સમયે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ જેવા મહાનુભાવો આપ્યાં છે અને આજે ૨૧મી સદીમાં આ જ ગુજરાતની ધરતીએ વિકાસ પુરૂષ તરીકે નરેન્દ્ર મોદીની ભેટ આપી છે અને એટલા માટે જ દેશ અને દુનિયા ક્યારેય આ ગુજરાતને ભૂલી નહીં શકે. દેશમાં કોંગ્રેસના કુશાસનથી કંટાળી ગયાં હતાં ત્યારે આજ ગુજરાતે વિકાસ પુરૂષ નરેન્દ્રભાઇ મોદીને દેશમાં સુશાસન માટે મોકલી આપ્યાં છે.

આદિત્યનાથ યોગીજી વધુમાં જણાવ્યું હતું કે, આજથી વિશ્વની આર્થિક મહાસત્તાઓ ગણાતા ૨૦ દેશનું પ્રતિનિધિત્વ ભારત દેશ કરવા જઇ રહ્યું છે. બ્રિટને વર્ષો સુધી ભારતને ગુલામીમાં જકડી રાખ્યું હતું ત્યારે આજે આજ ભારત દેશ આર્થિક ક્ષેત્રે બ્રિટનને પછાડી પાંચમાં નંબરે આવી ગયું છે. નરેન્દ્રભાઇ મોદી સાહેબના સુશાસનમાં ગુજરાત અને દેશ આતંકવાદ મૂક્ત ભારત બની એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં આવ્યું છે. કોરોના જેવી મહામારીમાં ભારત દેશના નાગરિકોને રસીકરણના બે ડોઝ અને બુસ્ટર ડોઝ આપી સુરક્ષીત કર્યા છે એટલું જ નહીં ભારત ઉપરાંત વિશ્વના દેશોને પણ ભારતની રસી પહોંચાડી તેમના નાગરિકોને સુરક્ષીત કરવાનું કામ કર્યું છે. કોરોનાના કપરા કાળમાં દેશનો ગરીબ નાગરિક ભુખ્યો ન સુવે તે માટે ફ્રીમાં રાશન આપવાનું કામ કર્યું છે. વર્ષોથી કોંગ્રેસ રામલલ્લાના અસ્તિત્વ ઉપર સવાલો ઉઠાવી રહ્યાં છે ત્યારે મોદી સાહેબે ભગવાન શ્રીરામ મંદિરના જીર્ણોધ્ધારનું કામ કર્ય છે અને આગામી વર્ષે ભગવાન શ્રીરામનું મંદિર દર્શનાર્થે ખુલ્લુ મૂકવામાં આવશે. દેશના ગૌરવ સમા અને દેશનું માથુ ગણી શકાય તેવા કાશ્મીરમાંથી નાગરિકોને બાધારૂપ કલમ ૩૭૦ને એક ઝાટકે કાઢી નાંખી છે. દેશમાં ચારે બાજુ કાશી વિશ્વનાથ કોરીડોર, પાવાગઢમાં ૫૦૦ વર્ષોથી ધ્વજા રહીત રહેલ માં ભગવતીના મંદીરનો જીર્ણોધ્ધાર કરી ધ્વજા લહેરાઇ રહી છે તે ગુજરાતની જનતા માટે આસ્થાના પ્રતિક સમાન છે. આગમી સમયમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની ધરતી દ્વારકામાં કોરીડોર બનવા જઇ રહ્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. જે લોકો દેશને સુરક્ષીત રાખી શકતા નથી. દેશના નાગરિકોને સુખ સુવિદ્યા આપી શકતા નથી. જે લોકો દેશના મહાનુભાવોનું સન્માન કરી શકતાં નથી તેવા લોકોને ક્યારેય રાજ્ય કે દેશનું સુકાન આપી શકાય નહીં.

આદિત્યનાથ યોગીજીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદી સાહેબથી લઇ ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારમાં વિકાસની હરણફાળ ભરવામાં આવી છે. નરેન્દ્રભાઇ મોદી સાહેબ આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂ. ૫ લાખ સુધીની મફત સારવાર નાગરીકોને આપી છે તે આગામી સમયમાં રૂ. ૧૦ લાખ કરવામાં આવશે. ધરતીપુત્રોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ ડી. બી. ટી. મારફતે સહાય આપવામાં આવે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યારેય ગુજરાતની ચિંતા કરવાની નથી કે આપત્તિના સમયમાં ગુજરાતની જનતા પડખે ઉભા રહેવાના નથી. આપત્તિના સમયે ગુજરાતની જનતાની પડખે ઉભા રહેનાર કોઇ હોય તો તે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે. આગામી તા. ૫મી ડિસેસમ્બરે યોજનારા મતદાનના દિવસે ગુજરાતમાં વિકાસની વણઝાર યથાવત રહે તે માટે ૧૦૦ ટકા મતદાન કરી બાયડમાંથી ભીખીબેન પરમારના રૂપમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ગુજરાત વિધાનસભામાં મોકલી આપવા અપીલ કરી હતી.

English summary
Yogi Adityanath campaigned for Bhikhiben in Baid
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X