યોગી આદિત્યનાથ આજથી ગુજરાતમાં કરશે ભાજપનો પ્રચાર

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસ પર છે. આજથી તે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર પ્રસાર કરશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ તેમના ભાષણ માટે જાણતા છે. ત્યારે ગુજરાતમાં પણ તે તેમના ભાષણોથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરશે તેમ મનાઇ રહ્યું છે. વધુમાં ભાજપ પણ તેમને ગુજરાતમાં સ્ટાર પ્રચારકની જેમ રજૂ કરી રહી છે. વધુમાં તેમની આ મુલાકાતમાં યુપીના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા પણ જોડાશે. યોગી આદિત્યનાથ આજથી ગૌરવ યાત્રામાં ભાગ લઇને ભાજપનો પ્રચાર કરશે. ભાજપના એક વરિષ્ઠ નેતાનું માનીએ તો યોગી આદિત્યનાથ મોદી અને અમિત શાહ પછી ગુજરાતમાં પાર્ટીના ત્રીજા સૌથી લોકપ્રિય નેતા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે એટલે કે 13મી ઓક્ટોબરથી બે દિવસ માટે યોગી આદિત્યનાથ ગુજરાતના સુરત, વલસાડના વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરશે.

yogi adityanath

આ વિસ્તારોમાં ઉત્તર પ્રદેશથી આવેલા લોકો મોટી સંખ્યામાં રહે છે. વધુમાં સુરતમાં પાટીદારોને પણ પોતાની તરફ ખેંચવા માટે યોગી આદિત્યનાથને બોલવવામાં આવ્યા છે તેમ મનાય છે. આ ગૌરવ યાત્રા દરમિયાન યોગી આદિત્યનાથ જનસભાને સંબોધશે.સાથે જ તેમની હિંદુત્વ વાળી ઇમેજ ગુજરાતમાં ભાજપના ચૂંટણીના પ્રચાર પ્રસારમાં સહાયરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ સુરતની ગૌરવ યાત્રામાં ભાગ લઇ ચૂકી છે. આમ જોવા જઇએ તો ભાજપે એક પછી એક તેના તમામ વગદાર નેતાઓને ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે ઉતાર્યા છે. ત્યારે યોગી આદિત્યાનાથની સીએમ બન્યા પછી આ પહેલી ગુજરાત યાત્રા છે. ત્યારે જોવાનું તે રહે છે કે તેમની આ યાત્રા ભાજપને કેટલો ફાયદો પહોંચાડે છે.

English summary
Yogi Adityanath in Gujarat to campaign for BJP ahead of Assembly election. Read here more details on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.