For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Result: ભાવનગર જિલ્લામાં 7 માથી 6 બેઠક પર ભાજપ આગળ 1 બેઠક આપ આગળ

ગુજરતા વિધાનસભાની ચૂંટણીમાં મત ગણતરી ચાલી રહી છે જેમા ભાવનગર જિલ્લાની 7 બેઠકોમાથી ભાજપ 6 પર આગળ ચાલી રહી છે. શિક્ષણ મંત્રી જીતી વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પર 15780 મત સાથે આગળ છે. કોગ્રેસના કે.કે. ગોહિલને 14418 મત સાથે પા

|
Google Oneindia Gujarati News

ગુજરતા વિધાનસભાની ચૂંટણીમાં મત ગણતરી ચાલી રહી છે જેમા ભાવનગર જિલ્લાની 7 બેઠકોમાથી ભાજપ 6 પર આગળ ચાલી રહી છે. શિક્ષણ મંત્રી જીતી વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પર 15780 મત સાથે આગળ છે. કોગ્રેસના કે.કે. ગોહિલને 14418 મત સાથે પાછળ ચાલી રહ્યા છે. જીતુ વાઘાણીને 1362 મતોની લીડ મળી છે. આમ આદમી પાર્ટી ગારીધારમાં આગળ ચાલી રહી છે.

JITU VAGHANI

ભાવનગર પૂર્વની બેઠક સેજલબેન પંડ્યા 26932 મત સાથે આગળ ચાલી રહ્યા છે.કોગ્રેસના ઉમેદવારને 12595 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર 14337 મતની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે.

ભાવનગર ગ્રામ્યમાં પરસોત્તમ સોલંકી 20400 મત સાથે આગળ ચાલી રહ્યા છે.

પાલીતાણાની બેઠક પર ભાજપના ભીખાભાઇ બારીયા 16592 મત સાથે આગળ છે. કોગ્રેસના પ્રવીણ રાઠોડ 9820 મત સાથે પાછળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવારને 6772 મતનો લીડે મળી છે.

ગારીયાધારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીરભાઇ વાઘાણી 12320 મત સાથે આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર નીકરાણી કેશુભાઇ 62798 મત સાથે બીજા સ્થાને છે.

ભાવનગરના તળાજામાં ભાજપના ઉમેદવાર 7897 મતની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવારને 14772 મત સાથે આગળ છે. કોગ્રેસના કનુભાઇ બારેયાને 6975 મત મળ્યા છે.

મહુવા બેઠક પર ભાજપના શિવાભાઇ ગોહિલ 18466 મત સાથે આગળ ચાલી રહ્યા છે. કોગ્રેસના કનુભાઇ કલ્સરીયા 11393 મત મળ્યા છે. ભાજપને 7093 મતોની લીડ મળી છે.

English summary
Your candidate Sudhir Vaghani ahead in Gariyadhar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X