
યુવાનો રોજગારીની માંગ સાથે યુથ કોંગ્રેસના ધરણા, સમગ્ર ગુજરાતમાં ગુજરાત માંગે રોજગારી અભિયાનની કરશે શરૂઆત
ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ખાતેથી " ગુજરાત માંગે રોજગારની" શરૂઆત કરવામાં આવી હતી. કૉંગ્રેસના યુવા કાર્યકર્તા દ્વારા સેક્ટર 6 ખાતે આવેલ સત્યાગ્ર છાવણી ખાતે આવીને ગુજરાતના યુવાનોને રોજગારી આપવાની માંગ કરવામાં આવી હતી. તેમજ સરકારની વિરુદ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. "યુવાનો દ્વારા સરકાર હમશે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ" ના નારા લગાવ્યા હતા. યુથ કોંગ્રેસ દ્વારા ઘરણા બાદ શ્રમ અને રોજગારી કચેરીનો ઘેરાવો કરવા જતા પોલીસ દ્વારા 50 જેટલા યુવાનોની અટકાયત કરી હતી.
ગુજરાતમાં સમયાંતરે યોજાતી ભરતીઓમાં લાખોની સંખ્યામાં પરીક્ષાના ફોર્મ ભરાતા હોય છે. તેના ઉપરથી અંદાજ આવી જાય છે કે, ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે. તેમજ જે પરીક્ષા યોજાય છે તેમા પેપર લીક થવાની ઘટનોઓ બનતી જાય છે. આ તમામ બાબતોને લઇને યુવાનોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

આ મામલે યુથ કોંગ્રેસના પ્રમખ જમાવ્યુ હતુ કે, રાજ્યની તમામ કચેરીઓનો ઘેરાવો કરવામાં આવશે. તેમજ રાજ્યના સરકારી આંકડા મુજબ 3 લાખ 64 હજાર 252 બે રોજગારો નોંધાયા છે. જેમાથ 3 લાખ 46 હજાર436 શિક્ષિત અને 17 હજાર 816 અર્ધ શિક્ષિત બેરોજગારોના આંકડા નોધાયા છે.
યુથ કૉંગ્રેસનું દ્વિતિય ચરણની શરૂઆત 10 જુલાઇના રોજ કરવામાં આવશે. જે ગુજરાતની 182 વિધાનસભાને આવરી લેવામાં આવશે. જેમા યુવાનો પાસે રોજગાર માંગ પત્ર ભરાવામાં આવશે. આ સાથે યુથ કોંગ્રેસ દ્વારા ઝોનવાઇઝ ભાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવશે.
યુવાોના આ ગુસ્સાને વિરોદ્ધ પક્ષ દ્વારા હવા આપવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. રાજ્યમાં યુવાનો ભરતી પરીક્ષામાં થતી ગેરરીતિને અટકાવવા માટે સતત આંદોલનો કરતા રહે છે. તેમજ સમયસર ભરતી પૂરી કરવામાં આવે તેની પણ માંગ કરવામાં આવતી હોય છે.
રોજગારી સહિત આ તમામ બાબતો યુવાનો માટે પ્રાણ પ્રશ્ન હોય સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે એવી માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.