ભારતને મફતમાં મળી રહી છે બુલેટ ટ્રેન, પીએમ સમજાવ્યું ગણિત

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મહત્વકાંક્ષી યોજના બુલેટ ટ્રેનનું આજે ખાતમૂહૂર્ત કર્યું હતું. જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે મળીને કરવામાં આવેલા આ શિલાન્યાંસમાં પીએમ મોદીએ આપેલા ભાષણમાં જણાવ્યું કે કેવી રીતે મફતના ભાવે ભારતને તેનું મિત્ર જાપાન બુલેટ ટ્રેન આપી રહ્યું છે. તો તમે પણ જાણો પીએમ નરેન્દ્ર મોદીનું ગણિત...

modi-shinzo

શું છે ગણિત

પોતાના ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જાપાનની બુલેટ ટ્રેન યોજનાના કારણે ભારતને વ્યક્તિગતરૂપે મોટી મદદ મળી છે. તેમણે કહ્યું કે જાપાને ખૂબ જ ઓછા વ્યાજે ભારતને 88 હજાર કરોડ રૂપિયાનું દેવું આપ્યું છે. પીએમે કહ્યું કે બાઇક ખરીદવા માટે પણ આપણે દસ બેંકોના ચક્કર કાપીએ છીએ જેથી આપણને ઓછા વ્યાજે બાઇક મળે. અને જો કોઇ અડધો ટકો ઓછા વ્યાજે પણ લોન આપે તો આપણે ખુશ થઇ જઇએ છીએ. ત્યારે ભારતના આ મિત્રએ તો ભારતને લગભગ મફતમાં જ લોન આપી છે.

metro

જાપાની પૈસે

પીએમ મોદીએ કહ્યું કે જાપાને 88 હજાર કરોડ રૂપિયાની બુલેટ ટ્રેન માટે ખાલી 0.1 ટકા વ્યાજ લગાવ્યું છે. જે ભારતને 50 વર્ષોમાં ચૂકવવું પડશે. તેમણે કહ્યું કે એક રીતે આ જોઇએ તો આ યોજના ભારત માટે મફત યોજના જેવી છે. જે માટે તેમણે પીએમ શિન્ઝો આબેનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું આ સાથે જ બુલેટ ટ્રેનમાં જાપાની ટેકનોલોજીનો ઉપયોગ થશે અને તેમના એન્જિનિયર્સ આપણને ટ્રેનિંગ આપશે પણ તે માટે વધુમાં વધુ ભારતીય સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે.

Rs.

લોકોનો સમય

પીએમ મોદીએ કહ્યું કે તમે એરપોર્ટ પહોંચીને તમામ ઔપચારિકતા જેટલી મિનિટમાં પૂર્ણ કરો છો તેટલા સમયમાં તમે અમદાવાદથી મુંબઇ પહોંચી શકો છો. જેના કારણે સમય પણ બચશે અને બન્ને શહેરો પર ચાલતી હજારો ગાડીઓની સંખ્યા પણ ઓછી થશે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનમાં તમામ સુરક્ષા આપવામાં આવશે. તેનાથી લોકોને રોજગારી પણ મળશે અને રફ્તાર પણ વધશે. ત્યારે પીએમ આ બુલેટ ટ્રેનનું કામ કાજ સમય પહેલા જ પૂર્ણ થઇ જાય તેવી આશા વ્યક્ત કરી હતી.

English summary
zero cost bullet train in india narendra modi dream project comes true.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.