For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની રેલીમાં બોમ્બ પ્લાંટ કર્યો છે...તેને ફૂટતાં કોઇ નહી રોકી શકે!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ત્રિપરાપલ્લી, 26 સપ્ટેમ્બર: આજે તમિલનાડુના ત્રિચરાપલ્લીમાં યોજાનારી રેલીમાં બોમ્બ ગોઠવવામાં આવ્યો હોવાની અફવાના લીધે હડકંપ મચી જવા પામ્યો હતો. પોલીસના અનુસાર ફોન કોલ આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસના કાર્યલયમાં રિસીવ કરવામાં આવ્યો હતો, જેમાં કોલ કરનારે કહ્યું હતું કે મંચની પાસે એક બોમ્બ ગોઠવવામાં આવ્યો છે, જેને ફૂટતાં કોઇ અટકાવી શકશે નહી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ફોન પર કોણ છે? તો તેને જવાબ આપ્યો કે હું બોમ્બ પ્લાંટ કરનારાઓમાંનો એક છું.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે ત્રિચરામાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ યુવા કાર્યકર્તાઓ દ્વારા આયોજિત એક રેલીમાં ભાગ લેવાના હતા. જેને લઇને લોકોમાં ઘણો ઉત્સાહ છે. ફેક કોલ પર પોલીસનું કહેવું છે કે અમે મંચની ચારે તરફ અને આખા વિસ્તારની તપાસ કરી લીધી છે, અમને અહીંથી કશું મળ્યું નથી.

bjp-rally-modi

નરેન્દ્ર મોદીની રેલીમાં ભારે ભીડ જામવાની વાતને ધ્યાનમાં રાખતાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી અને દરેક આવનાર વ્યક્તિ પર નજર રાખવામાં આવતી રહી હતી. દક્ષિણ ભારતના આ રાજ્યમાં નરેન્દ્ર મોદીની રેલીને એકદમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યાં પાર્ટી પોતાનો જનાધાર વધારવાનો પ્રયત્ન કરી રહી છે.

English summary
Ahead of Gujarat Chief Minister and BJP's prime ministerial candidate Narendra Modi's scheduled address at a youth rally here on Thursday, a bomb threat call sent police into a tizzy but it proved to be hoax.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X