કેજરીવાલ મારી તસવીર યુઝ કરી શકે છે: પૂનમ પાંડે

અણ્ણા હઝારેએ બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે કેજરીવાલને પાર્ટી બનાવવી હોય તો બનાવે હું તેમની સાથે નથી, અને તેમના માટે પ્રચાર પણ કરવાનો નથી. અણ્ણાએ તો ત્યાં સુધી કહી દીધું કે કેજરીવાલ અને તેમની ટીમ પ્રચાર માટે મારું નામ અને તસવીરનો પણ ઉપયોગ ના કરે.
અણ્ણા હઝારેની આ જાહેરાત બાદ સોસિયલ સાઇટ્સ ફેસબુક, અને ટિવટર પર કેજરીવાલ સામે વિરોધનો જુવાળ ફાટી નિકળ્યો હતો. સૌથી ચોકાવનારું સ્ટેટમેન્ટ તો બિકિની ગર્લ પૂનમ પાંડેએ કર્યુ હતું.
પૂનમ પાંડેએ તેના ટિવટર એકાઉન્ટ પર કમેન્ટ કરી હતી કે ‘કેજરીવાલજી તમે ચિંતા ના કરો, તમને અણ્ણાજીએ ના કહી દીધી તો શું થયું, આપ કેમ્પેઇનમાં મારા નામ અને મારી તસવીરનો ઉપયોગ કરી શકો છો. જેનાથી આપને ઘણો ફાયદો થશે.'
પૂનમ પાંડેની આ ટિપ્પણીથી અરવિંદ કેઝરિવાલ જે બધા માટે આદર્શ હતા તે ફક્ત મજાક બની ગયા છે.












Click it and Unblock the Notifications
