• search

વડાપ્રધાન બનતા જ મોદીની સામે છે પડકારોનો અંબાર

નવી દિલ્હી, 17 મે: 16 મેના રોજ લોકસભાની તસવીર સાફ થઇ ગઇ છે. દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી દીધી છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. આજે મનમોહન સિંહે વડાપ્રધાન પદ પરથી રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કરી દીધું હતું. મોદી આવતા અઠવાડીએ પીએમ પદની જવાબદારી સંભાળશે, પરંતુ આ સમયે આ પદની સાથે સાથે તેમના ખભા પર ઘણી મહત્વની જવાબદારીઓ પણ આવી ગઇ છે.

લોકોએ જે આશાની સાથે મોદીના હાથોમાં દેશની બાગડોર આપી છે તેમણે તે આશાઓ પર ખરા ઉતરવાનું છે. દેશના હવે પછીના પીએમની સામે અવનાવા પડકારો મો ઊંચું કરીને ઊભી છે. જો દેશને પ્રગતિના માર્ગ લઇ જવો હોય તો પડકારોથી નવા વડાપ્રધાને જીલવા પડશે અને તેના માર્ગ શોધવા પડશે.

મોદીની સામે કયા કયા પડકારો છે...

મોંઘવારી સામે લડત

મોંઘવારી સામે લડત

આખો દેશ હાલમાં મોંઘવારીથી પિડાઇ રહ્યો છે. મોદી પોતાની રેલીયોમાં પણ યૂપીએ સરકારને આ વધતી મોંઘવારી માટે જવાબદાર ગણાવતા રહ્યા છે. એવામાં સવાલ એ થાય છે કે ભાજપની સરકાર બનતા મોદી આ મોંઘવારીના પ્રશ્નને કેવી રીતે હલ કરી શકશે.

ભ્રષ્ટાચાર સામે કેવી રીતે લડશે

ભ્રષ્ટાચાર સામે કેવી રીતે લડશે

મોદી દરેક વખતે પોતાની ચૂંટણી રેલીઓમાં યૂપીએ-2ના શાસનકાળમાં થયેલા કૌભાંડોની ચર્ચા કરતા રહ્યા. ભ્રષ્ટાચાર અને કૌભાંડોની બીમારીથી મોદી પોતાના મંત્રી મંડળને કેવી રીતે બચાવી શકશે.

દેશભરમાં 24 કલાક વીજળીનું વચન

દેશભરમાં 24 કલાક વીજળીનું વચન

મોદીએ ચૂંટણી રેલી દરમિયાન જનતાને વચન આપ્યું હતું કે તેઓ દેશની સત્તા સંભાળ્યા બાદ તેમને 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવશે. વીજળીના મુદ્દા પર તેમણે ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકાર પર પણ પ્રહારો કર્યા હતા. એવામાં આખા દેશમાં 24 કલાક વીજળી પહોંચાડવી મોદી માટે મોટો પડકાર છે.

યુવાનોને નોકરીના વિકલ્પ ખોલવા

યુવાનોને નોકરીના વિકલ્પ ખોલવા

નરેન્દ્ર મોદી યુવાઓની વચ્ચે ખૂબ જ લોકપ્રીય છે. તેમણે પોતાની ચૂંટણી રેલીઓમાં યુવાનો માટે નોકરીના વિકલ્પ પેદા કરવાની વાત કહી હતી. એવામાં વડાપ્રધાનની ખુરશી પર બેસ્યા બાદ દેશમાં નોકરીના વિકલ્પ પેદા કરવાની વાત કરી હતી. એવામાં પીએમની ખુરશી પર બેસ્યા બાદ દેશમાં નોકરીના વિકલ્પ પેદા કરવા તેમના માટે મોટો પડકાર રહેશે.

દેશને શિક્ષિત બનાવવાનું સપનું

દેશને શિક્ષિત બનાવવાનું સપનું

મોદી હંમેશા પોતાની ચૂંટણી સભાઓમાં પ્રાથમિક શિક્ષણને મજબૂત કરવાની વાત કરે છે. તેમજ શાળામાં શૌચાલયોની વ્યવસ્થા પર પણ મોદીએ હંમેશા ભાર મૂક્યો હતો. એવામાં હવે જ્યારે તેઓ સત્તામાં આવી રહ્યા છે ત્યારે તેમણે આ વાયદાને પૂર્ણ કરવું પડશે.

આતંકવાદનું માથું કેવી રીતે કાપશે

આતંકવાદનું માથું કેવી રીતે કાપશે

મોદીએ હંમેશા યૂપીએ સરકારને આતંકવાદની સામે ઢીંગણું સાબિત કર્યું છે. હવે જ્યારે તેમની સત્તા આવી રહી છે ત્યારે તેમની સાથે પડકાર છે કે તેઓ આતંકવાદને દેશમાંથી કેવી રીતે નાબુદ કરશે.

મહિલાઓને કેવી રીતે સુરક્ષા આપશે મોદી

મહિલાઓને કેવી રીતે સુરક્ષા આપશે મોદી

મોદી દિલ્હીની સુરક્ષાને લઇને હંમેશા યૂપીએ સરકાર પર નિશાનો સાધતા રહ્યા છે એવામાં ભાજપાની સરકાર બન્યા બાદ તેમની સામે સૌથી મોટી વાત દેશમાં મહિલાઓને સુરક્ષા આપવાનું રહેશે.

કાળા નાણા પર શું લેવાશે એક્શન?

કાળા નાણા પર શું લેવાશે એક્શન?

ચૂંટણી પ્રચાર દરમિયાન કાળા નાણા અંગે મોદીએ ખૂબ જ મોટી મોટી વાતો કરી હતી. બાબા રામદેવે તો ગામ ગામ જઇને જણાવ્યું હતું કે કાળું નાણું આવી ગયું તો દરેક શખ્સ કરોડોનો માલિક બની ગયો છે. એવામાં વિદેશોમાં રાખવામાં આવેલા આ કાળા નાણાને પાછું દેશમાં લાવવું મોદી માટે પડકાર છે.

અર્થવ્યવસ્થા કેવી રીતે સુધારશો

અર્થવ્યવસ્થા કેવી રીતે સુધારશો

ઘરનું બજેટ ત્યારે જ ચાલે છે જ્યારે કમાણી ખર્ચ કરતા વધારે છે. પરંતુ ભારત સરકારે છેલ્લા કેટલાંક વર્ષોમાં કમાણીના મુકાબલે ખર્ચ વધારે વધાર્યું છે. એવામાં આ અર્થવ્યવસ્થાને સુધારવી મોદી માટે મોટો પડકાર બની રહેશે. આ વખતે નાણાકિય નુકસાન જીડીપીના 4.5 ટકા સુધી રાખવામાં સરકારે સફળતા મેળવી છે.

દેશની વિષમતાઓથી કેવી રીતે નીપટારો લાવશે

દેશની વિષમતાઓથી કેવી રીતે નીપટારો લાવશે

દેશમાં સૌથી મોટી સમસ્યા એ છે કે ઉદ્યોગપતિઓની પાસે હજારો કરોડની સંપતિ છે અને બીજી તરફ ગરીબોની પાસે બે સમય પેટ ભરવા માટે અન્ન પણ નથી. જે દેશમાં ગરીબી રેખા 32 અને 28 રૂપિયાના ખર્ચ પર નક્કી થતી હોય તે દેશને શરમ આવવી જોઇએ. આ ભુખમરીની રેખા હોઇ શકે છે ગરીબી રેખા નહી. મોદી પીએમ બની ગયા તો પડકાર મોદીની સામે હશે કે તે કેવી રીતે ઉદ્યોગપતિઓની તિજોરીમાં એકઠી થતી રકમ ગરીબ જનતા સુધી પહુંચાડશે.

English summary
The swearing in of Narendra Modi as India’s next prime minister is imminent. Voters have given the BJP an overwhelming majority and the party is all set to form the next government on its own. Here are 10 Challenges for Modi’s Government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more