For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'વાયુ' વાવાઝોડાથી બચવા 10 ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો

'વાયુ' વાવાઝોડાથી બચવા 10 ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અરબ સાગરમાં હવાના ઓછા દબાણની સ્થિતિને પગલે ઉત્પન્ન થયેલ ચક્રવાત વાયુ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ચક્રવાતી તોફાન વાયુના પ્રભાવથી બચવા માટે 10 ચીની જહાજોએ ભારતમાં શરણ લીધી છે. આ જહાજોને મહારાષ્ટ્રના રત્નાગિરી બંદરમાં શરણ આપવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ તોફાનને પગલે દેશના પશ્ચિમી તટો પર તેજ વરસાદ થઈ શકે છે. ચક્રવાતી તોફાન 12-13 જૂને સૌરાષ્ટ્રના તટ પર દસ્તક આપી શકે છે, જેની ગતિ 110-120 કિમી પ્રતિ કલાકથી 135 કિમી પ્રતિ કલાક રહી શકે છે.

ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો

ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો

ભારતીય તટરક્ષક મહાનિરીક્ષક કે.આર. સુરેશે જણાવ્યું કે ચક્રવાત વાયુથી બચવા માટે મંગળવારે 10 ચીની જહાજને રત્નાગિરી બંદરમાં સહારો આપવામાં આવ્યો છે. માનવીય આધાર પર ભારતીય તટરક્ષક બળે તેમને સુરક્ષા ઘેરા અંતર્ગત ત્યાં રહેવાની મંજૂરી આપી દીધી છે. બીજી બાજુ ચક્રવાત વાયુથી નિપટવા માટે ગુજરાત પ્રશાસન હાઈ અલર્ટ પર છે, જે બુધવારે વેરાવળ નજીક તટ પર પહોંચવાની સંભાવના છે.

વિજય રૂપાણીએ સમીક્ષા બેઠક બોલાવી

વિજય રૂપાણીએ સમીક્ષા બેઠક બોલાવી

ગુજરાતના મુખ્ય સચિવ મુજબ વાયુ ચક્રવાત વેરાવળ પાસે બુધવારે સવારે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે ટકરાઈ શકે છે. જેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સમીક્ષા બેઠક પણ બોલાવી. એનડીઆરએફની ટીમને સૌરાષ્ટ્ર અને ગિર સોમનાથ મોકલી આપવામાં આવી છે.

વેરાવળમાં આ સમયે ટકરાશે વાવાઝોડું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે કહ્યું કે તટીય વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવશે. હવામાન વિભાગ સંબંધિત હાલના રિપોર્ટ મુજબ ચક્રવાત વાયુ વેરાવળ તટથી 650 કિમી દક્ષિણમાં સ્થિત છે અને આગામી 12 કલાકમાં તે તીવ્ર ચક્રવાતી તોફાનમાં બદલાય તેવી આશંકા છે. તટીય ક્ષેત્રોમાં માછીમારોને આગામી કેટલાક દિવસ સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ બંદરગાહોને ખતરાના સંકેત અને સૂચના જાહેર કરવા કહેવામાં આવ્યું છે.

ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, હાઈ અલર્ટ બાદ સ્કૂલ-કોલેજ બંધ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, હાઈ અલર્ટ બાદ સ્કૂલ-કોલેજ બંધ

English summary
10 Chinese ships took shelter in India to avoid the 'wind' storm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X