કેજરીવાલનો આરોપ, મોદીએ સહારા પાસેથી લીધી 40 કરોડ 10 લાખની લાંચ

Subscribe to Oneindia News

500 અને 1000 રુપિયાની નોટ પર પ્રતિબંધ લાગ્યા બાદ દેશના રાજકીય પક્ષો અને તેના નેતાઓમાં હલચલ મચી ગઇ છે. કોઇ તેને ઉતાવળે ભરેલુ પગલુ માને છે તો કોઇ એવો દાવો કરે છે કે આ દેશમાં કાળાનાણાની સમસ્યાનો ઉકેલ આવી જશે.

kejariwal


આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવ્યા. નોટબંધીના વિધાનસભા આપાત સત્રમાં પણ કેજરીવાલે કહ્યુ હતુ કે આઝાદી પછી આવુ પહેલી વાર બન્યુ છે જ્યારે કોઇ પ્રધાનમંત્રીનું નામ કાળાનાણાની લેવડ-દેવડમાં આવ્યુ હોય.


કેજરીવાલે ગુરુવારે દિલ્હી સ્થિત આઝાદપુર મંડીમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે સંયુક્ત સભામાં પીએમ મોદી પર આરોપ લગાવ્યા કે તેમણે 40 કરોડ રુપિયાની લાંચ લીધી છે.

kejariwal


આવો જણાવીએ કે આ સભામાં કેજરીવાલે કઇ કઇ મોટી વાતો કહી:


કેજરીવાલે આરોપ લગાવીને તેમની પાસેના દસ્તાવેજોમાંથી 7 પેમેંટનો ઉલ્લેખ કરતા કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીને 40.1 કરોડ રુપિયા લાંચ સહારા પાસેથી મળી છે. આ બધા પેમેંટ સહારા કર્મચારી જયસ્વાલજી દ્વારા મોદીજીને કરવામાં આવ્યા.


તેમણે કહ્યુ કે આ બધા પેમેંટ 30 ઓક્ટોબર, 2013 થી 21 ફેબ્રુઆરી, 2014 વચ્ચે થયા. કેજરીવાલ આ પહેલા દિલ્હી વિધાનસભામાં આપાત સત્ર દરમિયાન પીએમ મોદી પર આરોપ લગાવી ચૂક્યા હતા.

kejariwal

આ પહેલા પણ લગાવ્યા હતા આરોપ


તેમણે કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તો તેમણે આદિત્ય બિરલા ગ્રુપ ફાર્મ પાસેથી 25 કરોડ રુપિયાની લાંચ લીધી હતી.


કેજરીવાલે દસ્તાવેજનો હવાલો આપીને કહ્યુ હતુ કે 15 ઓક્ટોબર, 2013 ના દિવસે આવકવેરા વિભાગે શુભેન્દુ અમિતાભના ઘર પર રેડ પાડી હતી. ત્યારે શુભેન્દુ આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ હતા.


તેમનો બ્લેકબેરી ફોન, લેપટોપ અને દરેક વસ્તુ ચેક કરવામાં આવી. તેમના લેપટોપમાંથી 16 નવેમ્બર, 2016 ની તારીખમાં એક લેઝર એંટ્રી મળી કે ગુજરાતના મુખ્યમંત્રીને 25 કરોડ આપવામાં આવ્યા.


ત્યારબાદ કેજરીવાલે પીએમ પર શાબ્દિક હુમલો બોલાવતા કહ્યુ કે દેશભક્તિની આડમાં તમે ગોટાળા કરશો તો અમે જાનની બાજી લગાવીને તમારી સાથે લડીશુ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે શરાબના કારોબારી વિજય માલ્યાને પણ ભગાડી દીધો.

rs


2000 ની નોટ કેવી રીતે અટકાવશે ભ્રષ્ટાચાર


કેજરીવાલે કહ્યું કે 2000 રુપિયાની નોટથી ભ્રષ્ટાચાર કેવી રીતે અટકશે? આ મારી સમજથી પરે છે. આનાથી તો રિશ્વતખોરી વધશે. કાળાનાણાને સફેદ કરવા માટે 40% કમિશન ચાલી રહ્યુ છે.


કેજરીવાલે કહ્યુ કે જનતા પાસેથી 10 લાખ કરોડ ભેગા કરીને આ પૈસા અબજોપતિઓને વહેંચી દેવામાં આવશે. મધ્યપ્રદેશમાં એક ઓફિસર નવી નોટમાં લાંચ લેતા પકડાયા. નોટબંધીના કારણે 8 લાખ કરોડનો ગોટાળો થયો છે.


કેજરીવાલે કહ્યુ કે મોટા દેવાદારોનું દેવુ માફ કરી દેવામાં આવ્યુ છે. આ એક મોટુ ષડયંત્ર છે. સાથે જ તેમણે સરકારને ચેતવણીના સૂરમાં કહ્યુ કે 3 દિવસની અંદર કેન્દ્ર સરકાર પોતાનો નિર્ણય પાછો નહિ ખેંચે તો દેશભરમાં બગાવત થશે, આને સહન કરવામાં નહિ આવે.

rs


10 લાખ કરોડ જમા કરાવીને 8 લાખ કરોડની લોન માફ કરી દેશે


સભામાં હાજર લોકોને કેજરીવાલે કહ્યું કે 10 લાખ કરોડ જનતા પાસેથી જમા કરશે. ત્યારબાદ મોદીજી 8 લાખ કરોડ રુપિયા લોન માફ કરી દેશે. આપણને શું મળશે? કંઇ નહિ.


ભાજપના નેતા અને કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની દીકરીના લગ્નમાં થયેલા ખર્ચ પર સવાલ કરતા કેજરીવાલે કહ્યુ કે, 'તમે તમારી દીકરીના લગ્નમાં ખર્ચ કરશો 500 કરોડ રુપિયા અને અમે 2.5 લાખ રુપિયા? આજે દરેક દુકાનમાં જઇને આવકવેરાના લોકો જઇને ચેક કરી રહ્યા છે. રેડ્ડીની દીકરીના લગ્નમાં આવકવેરાના કર્મચારીઓ કેમ ના ગયા?'

તેમણે કહ્યુ કે મોદીજી અમને મૂર્ખ ના બનાવો કે લાઇનમાં ઉભા રહેવુ દેશભક્તિ છે. આ દેશની જનતાને જો દેશ માટે જીવ આપવો પડશે તો તે પણ આપી દેશે.


કેજરીવાલે સભામાં હાજર લોકોને પૂછ્યુ કે 40 મોત માટે જવાબદાર કોણ? બધાએ કહ્યુ- મોદી! કેજરીવાલે કહ્યુ કે આ 40 લોકો જે મૃત્યુ પામ્યા છે તે શહીદ થયા છે અને તેમની શહીદી બેકાર નહિ જાય.

English summary
10 points of public meeting in azadpur mandi delhi of cm arvind kejriwal
Please Wait while comments are loading...