ઓરિસ્સામાં અચાનક આવેલા પૂરમાં 10 ગામડાં જળમગ્ન

જળબંબાકારની સ્થિતિને કારણે ઇન્દ્રાવતી ડેમમાં જળવિદ્યુત (હાઇડ્રો પાવર) યોજનાને પણ અસર પડી છે. સમગ્ર સ્થિતિ અંગે કાલાહાંડીના જિલ્લા અધિકારી ગોવિંદ ચંદ્ર સેઠીએ જણાવ્યું કે કલામપુર તાલુકાના છ ગામો અને જૂનાગઢના તાલુકાના ચાર ગામ પૂરમાં જળમગ્ન બની ગયા છે. કેટલાક લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બચાવ કાર્ય શરૂ કરવાની સાથે પીડિત લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
રાહત અને આફત વ્યવસ્થાપન મંત્રી એસ એન પાત્રોએ જણાવ્યું કે મૂશળાધાર વર્ષાથી પ્રભાવિત જિલ્લાઓમાં કાલાહાંડી, નવરંગપુર, બોલનગીર અને કોરાપુટનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે અમે દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોના જિલ્લા અધિકારીઓને એલર્ટ પર રાખ્યા છે. કારણ કે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.












Click it and Unblock the Notifications
