For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિતાના મોત બાદ 10 વર્ષના બાળકે શરૂ કરી લારી, એક FB પોસ્ટે બદલી જિંદગી

10 વર્ષનો સુનીલ રોજ સવારે ઘરેથી લારી લઈને રેલવે સ્ટેશનની બહાર લગાવવા લાગ્યો અને મસાલા બટાકા વેચવા લાગ્યો. વિસ્તારથી જાણો તેની કહાની -

|
Google Oneindia Gujarati News

કહેવાય છે કે બાળપણ દરેક દુઃખથી અજાણ હોય છે. દરેક ચિંતા રમકડા જેવી લાગે પરંતુ જરા વિચારો કે જો બાળપણમાં જ કોઈ બાળકને પરિવારની જવાબદારી મળી જાય તો તેની જિંદગી કેવી હશે. આવુ જ થયુ છે 10 વર્ષના સુનીલ સાથે. પિતાના નિધન બાદ પરિવારના 7 લોકોનુ પેટ પાળવાની જવાબદારી સુનીલ પર છે. પિતાના વારસામાં મળેલી શેકેલા મસાલા બટાકાની લારી જ હવે સુનીલનો સહારો છે. સ્થાનિક લોકો કહે છે કે 10 વર્ષનો સુનીલ રોજ સવારે ઘરેથી લારી લઈને રેલવે સ્ટેશનની બહાર લગાવવા લાગ્યો અને મસાલા બટાકા વેચવા લાગ્યો. વિસ્તારથી જાણો તેની કહાની -

પરિવારનો કોઈ સહારો નહોતો તો સુનીલે પોતાના ખભે ઉઠાવી જવાબદારી

પરિવારનો કોઈ સહારો નહોતો તો સુનીલે પોતાના ખભે ઉઠાવી જવાબદારી

બગહા નગર વિસ્તારના વૉર્ડ નંબર 10 રહેતા રાજન ગોડનુ નિધન ચાર મહિના પહેલા થઈ ગયુ હતુ. રાજન જ પોતાની 55 વર્ષીય વિધવા મા, પત્ની અને છ બાળકોના ભરણપોષણનો એકમાત્ર સહારો હતો. રાજનના મોત બાદ આખો પરિવીર અનાથ અને નિસહાય થઈ ગયો. રાજનના મોત બાદ આખા પરિવાર પર માનો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. આ બધાની સામે જીવન જીવવા ટે બે ટંકના ભોજનનો પણ કોઈ સહારે ન રહ્યો ત્યારે 10 વર્ષીય સુનીલે આખા પરિવાવરની ગાડી પોતાના ખભે ઉઠાવવાનુ નક્કી કર્યુ. પિતાની લારી લીને પોતાના નાના ડગલાથી ધક્કો મારીને રેલવે સ્ટેશન પાસે પહોંચ્યો અને મસાલા બટાકા વેચવા લાગ્યો.

ફેસબુક પર એક વ્યક્તિએ પોસ્ટ કરી સુનીલની કહાની તો મદદ માટે આગળ આવ્યા લોકો

ફેસબુક પર એક વ્યક્તિએ પોસ્ટ કરી સુનીલની કહાની તો મદદ માટે આગળ આવ્યા લોકો

એક અઠવાડિયા પહેલા સ્થાનિક વ્યક્તિ અને સામાજિક કાર્યકર્તા અજય પાંડેયની નજર સુનીલ પર પડી જે હાડ ધ્રૂજાવી દેતી ઠંડીમાં ગ્રાહકોની રાહમાં પોતાની લારી પાસે ઉભો હતો. અજય પાંડેયે આ ફોટો અને સુનીલ વાત કર્યા બાદ તેના પરિજનોની કહાની પોતાના ફેસબુક વૉલ પર પોસ્ટ કરી દીધી. ફેસબુક પોસ્ટ પર મળેલી પ્રતિક્રિયાએ લોકોને મદદ માટે પ્રેરિત કર્યા. આ પોસ્ટે સુનીલની જિંદગી બદલી દીધી. લોકો મોટી સંખ્યામાં મદદ માટે સામે આવવા લાગ્યા. એક અઠવાડિયાની અંદર ફેસબુક પર આ પોસ્ટ સંવેદનાનુ કેન્દ્ર બની ગયુ. સુનીલના પડોશી હરિ પ્રસાદ પણ સુનીલના પરિજનોની મદદ માટે આગળ આવ્યા અને તેને ફરીથી સ્કૂલમાં બેસાડ્યો. હરિ અન્ય વાલીની જેમ રોજ સુનીલને રોજ સ્કૂલે મૂકવા જાય છે.

સુનીલની માનુ ખોલાવ્યુ બેંક અકાઉન્ટ અને મદદ માટે ફેસબુક પર નાખી દીધુ

સુનીલની માનુ ખોલાવ્યુ બેંક અકાઉન્ટ અને મદદ માટે ફેસબુક પર નાખી દીધુ

સામાજિક કાર્યકર્તા અજયે સુનીલની માનુ બેંકમાં ખાતુ પણ ખોલાવી દીધુ અને પોતાના ફેસબુક પર અકાઉન્ટ નંબર પણ શેર કરી દીધો. અજય કહે છે કે બેંક ખાતામાં પણ લોકો રોકડ રકમ મોકલીને પરિવારને મદદ કરી રહ્યા છે. અજય કહે છે કે સુનીલની માના ખાતામાં લોકો લગભગ 45 હજાર રૂપિયા મોકલી ચૂક્યા છે. સુનીલની દાદી માટે સ્થાનિક લોકો હવે ઈન્દિરા આવાસ અપાવવા માટે કાર્યરત છે. સુનીલ પણ આ પ્રયત્નની પ્રશંસા કરતા થાકતો નથી.

આ પણ વાંચોઃ કેજરીવાલે BJPને આપી ખુલ્લી ચર્ચાની ચેલેન્જઃ કાલે 1 વાગ્યા સુધી CM ફેસનુ કરો એલાનઆ પણ વાંચોઃ કેજરીવાલે BJPને આપી ખુલ્લી ચર્ચાની ચેલેન્જઃ કાલે 1 વાગ્યા સુધી CM ફેસનુ કરો એલાન

English summary
10 Year old son pulling food stall after father death in Bihar, Facebook post change life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X