For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન વચ્ચે લદ્દાખના પેંગોંગ ત્સોના ફિંગર એરિયામાં થયુ 100-200 રાઉન્ડ ફાયરિંગ!

લદ્દાખના પેંગોંગ ત્સોના ઉત્તર કિનારે ભારત અને પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના જવાનો વચ્ચે લગભગ 100થી 200 રાઉન્ડ ફાયરિંગ થયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા બે સપ્તાહમાં ઘણી એવી ઘટનાઓ બની છે જે બાદ બંને દેશો વચ્ચે તણાવ અનેક ગણો વધી ગયો છે. એવા સમાચાર આવી રહ્યા છે કે લદ્દાખના પેંગોંગ ત્સોના ઉત્તર કિનારે ભારત અને પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના જવાનો વચ્ચે લગભગ 100થી 200 રાઉન્ડ ફાયરિંગ થયુ છે. ઈંગ્લિશ વર્તમાનપત્ર ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી આ વિશે માહિતી આપવામાં આવી છે. અત્યાર સુધી પેંગોંગના દક્ષિણ કિનારે જ વૉર્નિંગ શૉટ્સ તરીકે ફાયરિંગની વાત કહેવામાં આવી રહી હતી.

ladakh

બંને દેશો તરફથી કોઈ માહિતી નહિ

વર્તમાનપત્રના એક ટૉપ અધિકારીા હવાલાથી જણાવ્યુ છે કે આ ઘટના ઝીલના ઉત્તર ભાગ પર ફિંગર એરિયા પર થઈ છે. અધિકારીએ જણાવ્યુ કે બંને તરફથી જ્યાં ફિંગર 3 અને ફિંગર 4 મળે છે ત્યાં લગભગ 100થી 200 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. ભારત અને ચીન બંને તરફથી નિવેદન જારી કરવામાં આવ્યા હતા જેમાં સાત સપ્ટેમ્બર ચુશુલ સબ-સેક્ટરમાં ફાયરિંગની વાત કહેવામાં આવી હતી. આ ઘટના મુખપારી પોસ્ટ પર બની હતી. અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે 45 વર્ષોમાં આ પહેલો મોકો છે જ્યારે બંને દેશો વચ્ચે લાઈન ઑપ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ફાયરિંગની ઘટના બની છે. જો કે હજુુ સુધી ભારત કે ચીન તરફથી અધિકૃત રીતે ફાયરિંગની ઘટનાની પુષ્ટિ કરવામાં આવી નથી. ચુશુલ બાદ બનેલ આ ઘટનાને ઘણી મોટી ગણાવવામાં આવી રહી છે.

આ સપ્તાહે થઈ શકે છે કોર કમાંડર વાતચીત

ભારત અને ચીન વચ્ચે જલ્દી વધુ એક કોર કમાંડર વાતચીત થઈ શકે છે. અધિકારીઓના હવાલાથી વર્તમાનપત્રે લખ્યુ છે કે જવાનોને લાગ્યુ કે આ નાની ઘટના છે જેના વિશે રિપોર્ટ કરવાની જરૂર નથી. અધિકારીઓની માનીએ તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પેંગોંગના ઉત્તર અને દક્ષિણમાં પીએલએની ભારે મૂવમેન્ટ બાદ ક્ષેત્રમાં ફાયરિંગની ઘણી ઘટનાઓ થઈ છે. થોડા દિવસો બાદ તેમને ઘટનાની માહિતી મળી. 29 અને 30 ઓગસ્ટે પેંગોંગના દક્ષિણ ભાગમાં ચુશુલ સબ સેક્ટરમાં ચીનની ઘૂસણખોરીની કોશિશોને ભારતે નિષ્ફળ કરી હતી. ઘણી જગ્યાઓએ અત્યારે ભારત અને ચીનના જવાન 300 મીટરના અંતરે છે. જે જગ્યાએ ફાયરિંગ થયેલુ જણાવવામાં આવી રહ્યુ છે ત્યાં જવાન બસ 500 મીટરના અંતરે છે. તમને જણાવી દઈએ કે પીએલએ જવાન અત્યારે ફિંગર 4ની ચોટીઓ પર બેઠા છે. ફિંગર 4, ફિંગર 8થી આઠ કિલોમીટર દૂર પશ્ચિમમાં છે. ભારત અહીં સુધી એલએસી માને છે પરંતુ ચીન માત્ર ફિંગર 4 સુધી જ એલએસીને માન્યતા આપે છે.

જયા બચ્ચને સંસદમાં આપેલા નિવેદન પર શિવસેના ખુશજયા બચ્ચને સંસદમાં આપેલા નિવેદન પર શિવસેના ખુશ

English summary
100-200 rounds firing between Indian and Chinese troops on Pangong north bank in Ladakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X