For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનરેગા હેઠળ કારીગરોને મળશે મફત મોબાઇલ ફોન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 જુલાઇ: ચૂંટણી પહેલાં લોકોને આકર્ષવા માટે સશક્તિકરણના ઉદ્દેશ્ય કરવામાં આવેલા એક કાર્યક્રમ હેઠળ પ્રત્યેક ગ્રામીણ પરિવારના તે એક સભ્યને એક મોબાઇલ ફોન મફતમાં મળી શકે છે, જેને મનરેગા યોજના હેઠળ 100 દિવસ કામ કરી લીધું છે.

અધિકારીઓએ કહ્યું હતું કે 'ભારત મોબાઇલ સ્કીમ' હેઠળ દરેક પરિવારને મોબાઇલ ફોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે તેવી સંભાવના છે. તેમને કહ્યું હતું કે આ હેન્ડસેટ ત્રણ વર્ષની વોરંટી સાથે આપવામાં આવશે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના ગેરેન્ટી કાયદા (મનરેગા) કારીગરો માટે મોબાઇલ ફોન બિન-તબદીલીપાત્ર હશે કારણ કે આ મોબાઇલ ફોનને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર યોજના જેવી વિભિન્ન સરકારી કાર્યક્રમોના લાભ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ વિચારણા હેઠળ છે અને યોજનાની વિગતોને અંતિમ રૂપ આપવાનું બાકી છે.

mobile-nrega

શરૂઆતી ઘરડા અનુસાર પસંદ કરેલા ટેલિકોમ ઓપરેટરોને મોબાઇલ ફોન પુરા પાડવાનું કહેવામાં આવ્યું છે. તેનું વિતરણ સેવા પ્રદાતાઓ દ્વારા જિલ્લા વહિવટીતંત્રની દેખરેખ હેઠળ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોબાઇલ નંબર ઓળખ માટે પ્રથમ સ્તરીય પ્રમાણ તરીકે કામ કરી શકે છે અને તેના માધ્યમથી યોજના લાભાર્થીને માહિતગાર કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે 2012-13માં લગભગ 5 કરોડ પરિવારોને કામ આપવામાં આવશે.

English summary
The government has revived its plans to provide free mobile phones to rural households utilising the universal service obligation fund.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X