For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી જી! 100 દિવસ તો થવાના છે પરંતુ ક્યારે બનશે બળાત્કાર વિરૂદ્ધ આકરો કાયદો?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: એક સરકાર (યૂપીએ) ગઇ અને સારા દિવસ આવવાનો વાયદો કરનાર બીજી સરકાર (એનડીએ) સત્તામાં આવી. દેશમાં હવા સાથે વાતો કરનાર મેટ્રો ટ્રેનની વાત થવા લાગી તો બીજી તરફ એ પણ વાયદો કરવામાં આવ્યો કે 10 વર્ષમાં બધા દેશવાસીઓ પાસે પોતાનું ઘર હશે. આ બધાની વચ્ચે જેના પર ધ્યાન ન ગયું તે છે માતા, બહેન અને પુત્રીઓની ઇજ્જત.

જી હાં! નરેન્દ્ર મોદીને વડાપ્રધાન મંત્રીની ખુરશી પર બેસ્યાંને 100 દિવસ થવાના છે. તમને સાંભળીને કદાચ આશ્વર્ય થશે નહી 100 દિવસ પુરાં થતાં મોદી સરકાર કરોડો રૂપિયા પોતાની પીઠ થપથપાવવામં ખર્ચ કરવાની છે. પરંતુ અત્યાર સુધી મહિલાઓ વિરૂદ્ધ થનાર અપરાધ (ખાસકરીને બળાત્કાર) પર કોઇ સખત પગલાં ભરવામાં આવ્યા નથી અને ના તો કોઇ કડક કાયદો બનાવવા માટે નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.

રિપોર્ટકાર્ડ રજૂ કરવાની તૈયારી

રિપોર્ટકાર્ડ રજૂ કરવાની તૈયારી

ચૂંટણીની સિઝનમાં પોતાની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે તે આ અવસરનો ઉપયોગ કરશે. 100 દિવસોનો આકર્ષક રિપોર્ટકાર્ડ રજૂ કરવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. તેના માટે પીએમઓએ બધા મંત્રાલયોને પોતાનો રિપોર્ટકાર્ડ આપવા માટે કહ્યું છે.

પડોશી દેશો સાથે સંબંધ સુધારવા માટે કેવા પગલાં ભરશે

પડોશી દેશો સાથે સંબંધ સુધારવા માટે કેવા પગલાં ભરશે

ભારત સરકારના પ્રેસ સૂચના વિભાગના એક સૂત્રએ જણાવ્યું હતું કે સમાચારપત્રો, ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પર સરકાર જણાવશે કે તેના પડોશી દેશો સાથે સંબંધો સુધારવા માટે કયા પ્રકારના પગલાં ભરશે.

મહિલાઓની સુરક્ષા માટે શું શું કર્યું

મહિલાઓની સુરક્ષા માટે શું શું કર્યું

ગંગા સફાઇ યોજાનાના અમલીકરણ માટે અત્યાર સુધી શું-શું કર્યું, બજેટમાં મિડલ ક્લાસને ઇન્કમ ટેક્સમાં રાહત આપી વગેરે. પરંતુ જે સૌથી મહત્વપૂર્ણ વાત છે કે સરકારે અત્યાર સુધી મહિલાઓની સુરક્ષા માટે શું શું કર્યું છે.

મહિલાઓની સુરક્ષાને લઇને પ્રહાર

મહિલાઓની સુરક્ષાને લઇને પ્રહાર

સરકાર બનતાં પહેલાં ભારતીય જનતા પાર્ટીએ મહિલાઓની સુરક્ષાને લઇને ઘણીવાર હાલની સરકાર પર હુમલો કર્યો હતો. નરેન્દ્ર મોદીએ દિલ્હી ગેંગરેપ બાદ નવી દિલ્હીની શીલા સરકારને આડે હાથ લીધી હતી અને પૂછ્યું હતું કે મહિલાઓની સુરક્ષા પર કયો કાયદો બનાવવામાં આવ્યો.

ફાસ્ટટ્રેક કોર્ટ સ્થાપવામાં આવશે

ફાસ્ટટ્રેક કોર્ટ સ્થાપવામાં આવશે

ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો તે મહિલાઓ વિરૂદ્ધ થનાર અપરાધ માટે કડક કાયદો બનાવશે. તેમને એ પણ વાયદો કર્યો હતો કે તે આ મુદ્દે ટૂંક સમયમાં નિવેડો લાવશે તેના માટે ફાસ્ટસ્ટ્રેક કોર્ટ સ્થાપિત કરવામાં આવશે.

English summary
The report card of the Narendra Modi government's first 100 days in office is out. The critics might punch holes in the government's bag of achievements, but the ruling dispensation has given itself full marks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X