For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર 2.0ના 100 દિવસઃ ત્રણ તલાક, 370 સહિત આ રહ્યા મોટા નિર્ણયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્રની એનડીએ સરકાર શનિવારે પોતાના 100 દિવસ પૂરા કરી રહી છે. આ દરમિયાન તેમણે લીધેલા મોટા નિર્ણયો વિશે વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્રની એનડીએ સરકાર શનિવારે પોતાના 100 દિવસ પૂરા કરી રહી છે. ચૂંટણીમાં મોટી જીત બાદ 30મેના રોજ બીજી વાર એનડીએ સરકાર બનાવી હતી. મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં ઘણા મોટા નિર્ણયો લઈ ચૂકી છે જેના ચર્ચા વિદેશોમાં પણ થઈ રહી છે. જેમાં કાશ્મીર અને ત્રણ તલાક પરના કાયદા મુખ્ય રીતે ચર્ચામાં રહ્યા, આ નિર્ણયોને સમર્થન મળ્યો તો વિરોધનો પણ સામનો કરવો પડ્યો. વળી, આર્થિક મોરચાની વાત કરવામાં આવે તો સરકારને સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં અમુક કાયદાઓની ખાસ ચર્ચા રહી છે.

ચર્ચામાં રહ્યા આ ખાસ કાયદા

ચર્ચામાં રહ્યા આ ખાસ કાયદા

અનુચ્છેદ 370

મોદી સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરીને તેને બે કેન્દ્રશાસિત રાજ્યો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયની ચર્ચા વિદેશ સુધી રહી. ચીન અને પાકિસ્તાન આને યુએન સુધી લઈ ગયુ. 5 ઓગસ્ટના રોજ આના એલાન બાદ કાશ્મીરમાં પણ તણાવ જોવા મળ્યો. કોઈ બબાલની શંકામાં રાજ્યના મોટાભાગના નેતા હજુ પણ નજરબંધ છે.

ત્વરિત ત્રણ તલાક

મોદી સરકારે મુસ્લિમોમાં એક સાથે ત્રણ તલાકને ગેરકાયદેસર બનાવ્યો અને આમાં સજાની જોગવાઈ કરી. આ કાયદામાં ત્રણ તલાક બોલીને વૈવાહિક સંબંધ ખતમ કરવા પર શૌહર માટે 6 મહિનાની જેલની જોગવાઈ છે. આ કાયદા પર એક વર્ગ સમર્થનમાં તો એક વિરોધમાં જોવા મળ્યો. કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

યુપીએ એક્ટ

તાના પહેલા 100 દિવસમાં સરકાર યુપીએ એક્ટ 2019ના કારણે પણ ચર્ચામાં રહી. આની ઘણી જોગવાઈએ પર સંસદના બંને ગૃહોમાં ઘણો વિરોધ પણ વિપક્ષી પાર્ટીઓએ કર્યો. નવા કાયદામાં એનઆઈએને આતંકવાદ સામેની તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવા માટે સંબંધિત રાજ્યની પોલિસની અનુમતિ નહિ લેવી પડે.

મોટર વ્હીકલ એક્ટ, ફીટ ઈન્ડિયા

મોટર વ્હીકલ એક્ટ, ફીટ ઈન્ડિયા

મોટર વ્હીકલ એક્ટ

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળમાં ટ્રાફિક નિયમોમાં ફેરફાર કરીને મોટર વ્હીકલ એક્ટ 2019 લાગુ કર્યો છે. આમાં દંડની રકમ અનેક ગણી વધારવામાં આવી છે. હાલમાં જ આ લાગુ થયુ છે. જોવા મળી રહ્યુ છે કે 50 હજારથી પણ વધુના મેમો ઘણા કેસોમાં ફાટ્યા છે. આની પ્રશંસા પણ થઈ રહી છે અને ટીકા પણ.

જળ શક્તિ મંત્રાલયની રચના

સરકારે જળ સંબંધિત મુદ્દાનો ઉકેલવા માટે જળ સંશાધન અને પેયજળ તેમજ સ્વચ્છતા મંત્રાલયોને મિલાવીને જળ શક્તિ મંત્રાલય બનાવ્યુ છે. દેશના દરેક ભારતીય ચોખ્ખુ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે જળશક્તિ અભિયાન હેઠળ 256 જિલ્લાઓ 1592 ખંડોની ઓળખ કરવામાં આવી છે.

મિશન ફિટ ઈન્ડિયા

ખેલ દિવસના પ્રસંગે પીએમ મોદીએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી છે. જે હેઠળ શાળા, કોલેજ, જિલ્લા, બ્લોક સ્તરે આ મૂવમેન્ટને મિશનની જેમ ચલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ ચંદ્રયાન 2: ઈસરોના વૈજ્ઞાનિકોને પીએમ મોદીએ કહી આ મહત્વની વાતોઆ પણ વાંચોઃ ચંદ્રયાન 2: ઈસરોના વૈજ્ઞાનિકોને પીએમ મોદીએ કહી આ મહત્વની વાતો

બેંકોના વિલિનીકરણનો નિર્ણય

બેંકોના વિલિનીકરણનો નિર્ણય

મોદી સરકારે દસ સરકારી બેંકોનું વિલિનીકરણ કરીને ચાર મોટી બેંકો બનાવવાનું એલાન કર્યુ છે. ઓરિએન્ટલ બેંક ઑફ કૉમર્સ અને યુનાઈટેડ બેંકનું પંજાબ નેશનલ બેંકમાં વિલિનીકરણ કરવામાં આવ્યુ છે. સિંડિકેટ બેંકને કેનેડા બેંક અને ઈલાહાબાદ બેંકનું ઈન્ડિયન બેંકમાં વિલિનીકરણ કરવામાં આવ્યુ છે.

અર્થ વ્યવસ્થામાં પડતી, જતી નોકરીઓ પડકાર

મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકાર સૌથી વધુ આર્થિક મોરચે ઘેરાયેલી જોવા મળી રહી છે. ઑટો સેક્ટર, રિયલ એસ્ટેટ, ટેલીકૉમ, નાણાકીય સેવાઓ, બેંકિંગ, સ્ટીલ, ટેક્સસ્ટાઈલ સહિત મોટાભાગના સેક્ટરોમાં નોકરીઓ જઈ રહી છે. ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં જ આવેલા જૂન ત્રિમાસિક માટે જીડીપી ગ્રોથ ઘટ્યો છે અને આ આંકડો 5 ટકા પર રહ્યો છે. આર્થિક વિશેષજ્ઞો આવનારા સમયમાં અર્થ વ્યવસ્થામાં હજુ વધુ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે એવામાં આનો સામનો કરવો સરકાર માટે પડકાર હશે.

English summary
100 days of narendra Modi govt second term A look at key decisions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X