For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલઃ રાહુલ ગાંધી HALના 10 હજાર બેરોજગાર કર્મચારીઓને મળશે

રાફેલ ડીલઃ રાહુલ ગાંધી HALના 10 હજાર બેરોજગાર કર્મચારીઓને મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાફેલ વિમાન ડીલ મુદ્દે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યા બાદ કોંગ્રેસ મોદી સરકારને ઘેરવામાં લાગી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મુદ્દે નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફ્રંટફુટ પર લડાઈ લડી રહ્યા છે. હવે તેમણે આ મુદ્દાને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના કર્મચારીઓની બેરોજગારી સાથે જોડી દીધો છે. જણાવી દઈએ કે મોદી સરકારે રાફેલ બનાવવાનો પ્રોજેક્ટ HALને આપવાને બદલે રિલયન્સ ડિફેન્સને આપી દીધો હતો જે મામલે વિવાદ સર્જાયો છે.

10 હજાર લોકો નોકરી ગુમાવશે

10 હજાર લોકો નોકરી ગુમાવશે

13 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષ કર્ણાટકના બેંગ્લોરમાં કેંડલ માર્ચ કાઢશે. રાહુલ ગાંધી કર્ણાટક કોંગ્રેસની ઑફિસથી HALની ઑફિસ સુધી માર્ચ કાઢશે અને મોદી સરકાર પર નિશાન સાધશે. બુધવારે આ વાતની જાણકારી કોંગ્રેસના નેતા જયપાલ રેડ્ડીએ કહ્યું કે આ કૌભાંડને પગલે HALને સૌથી વધુ નુકસાન થયું છે, આ કંપનીમાં 30 હજાર લોકો નોકરી કરતા હતા અને આ ડીલ રદ થયા બાદ 10 હજાર લોકોને નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી 13 ઓક્ટોબરે HALના આવા 10 હજાર કર્મચારીઓને મળશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સતત આરોપ લગાવી રહ્યા છે કે મોદી સરકારે રાફેલ ડીલને HAL પાસેથી છીનવીને રિલાયન્સના હવાલે કરી દીધી છે.

સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી

સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી

કોંગ્રેસ નેતા જયપાલ રેડ્ડીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે હવે કેન્દ્ર સરકાર પાસેથી રાફેલ ડીલની જાણકારી માંગી છે, SCએ પણ તથ્યોની વાત કરી છે. જણાવી દઈએ કે બુધવારે જ સર્વોચ્ચ અદાલતમાં રાફેલ ડીલ મુદ્દે સુનાવણી થઈ. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે આખરે રાફેલ ડીલ કેવી રીતે થઈ અને આ સમગ્ર મામલાનો ઘટનાક્રમ શું હતો. આ મામલાની આગામી સુનાવણી 31મી ઓક્ટોબરે થશે.

શું છે કોગ્રેસનો આરોપ?

શું છે કોગ્રેસનો આરોપ?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એમની પાર્ટી પાછલા કેટલાય મહિનાથી આરોપ લગાવી રહ્યા છે કે મોદી સરકારે ફ્રાંસની કંપની દસૉથી 36 રાફેલ વિમાન ખરીદવાનો જે સોદો કર્યો હતો તેની કિંમત યુપીએ સરકારમાં થયેલ સોદા કરતા ક્યાંય વધારે છે. આનાથી સરકારી ખજાનાને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વધુમાં કોંગ્રેસે દાવો કર્યો કે પીએમ મોદીએ ડીલ બદલાવડાવી અને એચએએલથી ઠેકો લઈને રિલાયન્સ ડિફેન્સને આપી દીધો છે.

સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા પ્રાંતવાદનું રાજકારણ ખેલી રહી છેઃ પરેશ ધાનાણીસરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા પ્રાંતવાદનું રાજકારણ ખેલી રહી છેઃ પરેશ ધાનાણી

English summary
10000 employees of HAL will loose job, rahul gandhi will meet them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X