For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 11,466 નવા પોઝિટિવ કેસ અને 460 મોત નોંધાયા

કોવિડ રસીકરણમાં નિપુણતા હોવા છતાં પણ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ 10 હજારના ગ્રાફથી ઉપર છે. અત્યારે પણ દેશમાં 10 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાઇ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોવિડ રસીકરણમાં નિપુણતા હોવા છતાં પણ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ 10 હજારના ગ્રાફથી ઉપર છે. અત્યારે પણ દેશમાં 10 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાઇ રહ્યા છે. મોટાભાગના દર્દીઓ કેરળ રાજ્યમાં નોંધાઇ રહ્યા છે, જે તે જ રાજ્ય છે, જ્યાં દેશનો પ્રથમ કોરોના દર્દી મળ્યો હતો.

લગભગ 2 વર્ષ બાદ પણ કેરળ કોરોનાની સૌથી ખરાબ અસરનો સામનો કરી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 11,466 નવા દર્દીઓ નોંધાયા છે, જ્યારે 460 લોકોએ જીવ ગુમાવ્યો છે. આમાંથી મોટી સંખ્યામાં એકલા કેરળ રાજ્યના છે. જ્યાં દરરોજ કોરોનાના 6 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે.

કેરળમાં કોરોનાએ સર્જી વિકટ પરિસ્થિતિ

કેરળમાં કોરોનાએ સર્જી વિકટ પરિસ્થિતિ

રાહતની વાત એ છે કે, હવે દેશભરમાં સક્રિય કોરોના દર્દીઓ 1.5 લાખના ગ્રાફની નીચે આવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર સક્રિય દર્દીઓની સંખ્યા264 દિવસમાં સૌથી ઓછી છે.

ગત દિવસે સક્રિય દર્દીઓની સંખ્યા 1,39,683 હતી જો કે, જો આપણે આ દિવસોમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત કેરળની વાત કરીએતો કેરળમાં 6409 નવા પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે.

મંગળવારના રોજ પણ કેરળમાં 47 મૃત્યુ નોંધાયા હતા. હાલ કેરળમાં 71,644 એક્ટિવ કેસ છે. આ સાથે કુલકોરોના કેસનો આંકડો વધીને 49,21,312 થઈ ગયો છે.

દેશમાં વેક્સિનેશન અભિયાનની પરિસ્થિતિ

દેશમાં વેક્સિનેશન અભિયાનની પરિસ્થિતિ

અત્યાર સુધીમાં દેશભરમાં લોકોને રસીના 1,09,63,59,208 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી મંગળવારના રોજ 52,69,137 ડોઝ આપવામાં આવ્યા હતા.

આ સાથે અત્યાર સુધી કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,37,87,047 થઈ ગઈ છે. જેમાંથી મંગળવારના રોજ 11,961 લોકોને રજા આપવામાં આવી હતી. સરકારનો દાવો છે કે રિકવરી રેટ વધ્યો છે અને હવે તે 98.25 ટકા છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 20 નવા પોઝિટિવ કેસ અને 0 દર્દીના મૃત્યુ નોંધાયા છે. આ સાથે જ 28 દર્દીઓ કોરોનામુક્ત થતા તેમને ડિસ્ચાર્જકરવામાં આવ્યા છે.

આ સાથે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 04, સુરતમાં 01, વડોદરામાં 02 અને રાજકોટમાં 02 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ સાથે રાજ્યમાંકુલ મૃત્યુઆંક 10,090 થયો છે, જ્યારે રાજ્યમાં કુલ 8,16,485 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. હાલ રાજ્યમાં કુલ 209 સક્રિય કેસ એટલે કે એક્ટિવ કેસ છે.

English summary
11,466 new positive cases and 460 deaths were reported in the country During the last 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X