લખવીની છોડી મૂકતા મોદી દુખી
રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

લખવીની છોડી મૂકતા મોદી દુખી
પાકિસ્તાન સરકાર દ્વારા 26/11ના આતંકવાદી હુમલાના માસ્ટમાઇન્ડ જકીર લખવીને છોડી મૂકતા ભારતીય ઉચ્ચ આયુક્તે આ પર સખત પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ મુંબઇ પીડિતોનું અપમાન છે. તો બીજી તરફ ફ્રાન્સ વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ધટના માટે દુખ વ્યક્ત કર્યું છે. અને ફ્રાંન્સ ડેલિગેશને પણ ભારતનું સમર્થન કરતા કહ્યું કે આ સમગ્ર દુનિયા માટે ખરાબ સમાચાર છે.

બીએસએફ
અટારી બોર્ડર પર બીએસએફ અને પાકિસ્તાની સ્મગલરો વચ્ચે થઇ લડાઇ. આ હુમલામાં બીએસએફના ત્રણ જવાનો ધાયલ થયા છે.

જમ્મુ કાશ્મીર
જમ્મુના સોપારે ગામમાં ક્રોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ રસૂલ કારના અંતિમ સંસ્કાર સમયે સીનીયર ક્રોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, ગુલામ અહમદ મીર અને સૈફુદ્દીન સોજ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે બિમારીના કારણે ગુલામ રસૂલ કારની મૃત્યુ થઇ હતી.

બેંગ્લુરુ
કન્નડ રક્ષણ વેદિકાના કાર્યકર્તાઓએ શુક્રવારે બેંગ્લુરુ નગર પાલિકાના વિભાજનના વિરોધમાં મશાલ રેલીનું આયોજન કર્યું હતું. તેમની માંગણી હતી કે આ વિભાજન રોકવામાં આવે.

દિલ્હી
દિલ્હીમાં ફરી એક વાર થયો ટેક્સીમાં મહિલાનો રેપ. મેટ્રો સ્ટેશનથી ઘરે ટેક્સીમાં પરત ફરેલી મહિલા સાથે થયો રેપ. દિલ્હીના દ્વારકા નગરની ધટના. જો કે પોલિસે ડ્રાઇવરને પડકીને તપાસ હાથ ધરી છે.

આગ્રા
આગ્રા નજીક એક બાંધકામ ચાલી રહેલ દિવાલ પડી જતા તંત્ર સાબદૂ થયું હતું. આ ધટનામાં 5 મજૂરોના શબ હાલ પ્રાપ્ત થયા છે.

હૈદરાબાદ
તેલંગાનામાં 5 અંડર ટ્રાયલ કેદી પર થયેલા એન્કાઉન્ટના પગલે હૈદરાબાદમાં આ ધટનાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે ચારમીનાર પાસે પોલીસ, પોલિસ કાફલો તૈનાત કર્યો.

પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળના બર્દવાન વિસ્તારમાં બર્દવાન-કટવા રોડ પર થઇ એક બસ દુર્ધટના. બે બાળકો સમેત આશરે 11 લોકોની મોત. ટર્ન લેતી વખતે બસનું સંતુલન ખોરવાતા આ દુર્ધટના ધટી. ત્યારે આ ધટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર તેમની મોત પર આક્રંદ કરી રહ્યો છે.

દિલ્હી
ક્રોંગ્રેસના નેશનલ સ્ટૂડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાના (NSUI) વિદ્યાર્થીઓએ દિલ્હી યુનિર્વસીટી વિરુદ્ધ કર્યું વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓને ખદેડવા પોલિસે પાણીનો મારો ચલાવ્યો અને કર્યો લાઠી ચાર્જ.

ભોપાલ
રાજા તોમર અને મોહિત શર્માને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્વારા કોર્ટમાં કરાયા રજૂ. નોંધનીય છે કે MPPEB કૌભાંડ હેઠળ નકલી ફોરેસ્ટ ગાર્ડની ભર્તીમાં, આ લોકોની સંડોવણીના પગલે તેમને કરાયા કોર્ટમાં રજૂ.

સાંઇ બાબા હોસ્પિટલ
શિરડીની જાણીતી શિરડી સાંઇ બાબા હોસ્પિટલમાં લાગી આગ. હોસ્પિટલના કાર્ડિયાક વિભાગમાં લાગી આગ. આગના કારણે હોસ્પિટલને થયું મોટું નુક્શાન. જો કે આ ધટનામાં કોઇ જાનહાની નથી થઇ.

બેંગ્લુરુ
બોલિવુડ અભિનેતા ઇરફાન ખાને એક પ્રેસ કોન્ફરન્સ યોજી બદનવાલુ સત્યાગ્રહને આપ્યો પોતાનો સપોર્ટ. નોંધનીય છે કે આ સત્યાગ્રહ ગામને સુદ્ધઢ બનાવા અને ગ્રામજનો ગામમાં રહીને જ પોતાનો વિકાસ કરે તેવી વિચારધારને રજૂ કરે છે.

કોલકત્તા
રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમના કેપ્ટન વિરાટ કહોલી ઇડન ગાર્ડન ખાતે તેમના ટીમના ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે.

નવી દિલ્હી
દિલ્હીમાં બોલિવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને "માર્ગરીટા વીથ સ્ટ્રુ"ના સ્પેશ્યલ સ્ક્રીનીંગમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આ ફિલ્મની અભિનેત્રી કલ્કી અને અન્ય કલાકારો પણ હાજર રહ્યા હતા.

નવી દિલ્હી
દિલ્હીના મૈતી ઘર ખાતે બેસાખી મેલાના રંગારંગ કાર્યક્રમમાં કલાકારો પંજાબી લોક નૃત્યનું પ્રદર્શન કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
