For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુ: ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા, ચારના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

train-accident-new
ચેન્નઇ, 10 એપ્રિલ: તમિલનાડુમાં અરાક્કોનમ નજીક સિથારીમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ચાર મુસાફરોના મોત નિપજ્યાં છે તથા 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર યશવંતપુર જઇ રહેલી મુઝફ્ફર-યશવંતપુર એક્સપ્રેસ સવારે લગભગ 5.50 વાગે પાટા પરથી ઉતરી ગઇ હતી.

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં 2 મુસાફરોના મોત નિપજ્યાં છે જ્યારે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર 4 લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. 50થી વધુ ઘાયલ લોકોને દક્ષિણી રેલવેના બચાવદળે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. અકસ્માતમાં ટ્રેનના 11 કોચ પાટા પરથી ઉતરી પડ્યા હતા. જેમાં પાંચ એસી કોચ, પાંચ નોન એસી કોચ તથા પેંટ્રી કોચનો સમાવેશ થાય છે. રાહત અને બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે.

લેન્ડલાઇન નંબર: 080-22876288, 080-22203269, 080-22876410 અને 080-22156190
મોબાઇલ નંબર: 8861309572।

ઘટનાને ધ્યાનમાં રાખતાં અરાક્કોનમ જંકશનમાં રેલ ટ્રાફિક પર અસર વર્તાઇ છે. વર્ષ 2011માં સિથારીમાં અરાક્કોનમ-કટપાડી યાત્રી ટ્રેનને ચેન્નઇ વચ્ચે વેલ્લોર કેંટોનેમેંટ મેનલાઇન ઇલેક્ટ્રિકલ મલ્ટીપલ યુનિટ દ્રારા ટક્કર મારવામાં આવતાં નવ લોકોના મોત નિપજ્યાં હતા.

English summary
Four passengers were killed and fifty others injured when a train derailed at Sitheri near Arakkonam Wednesday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X