For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJPને ટક્કર આપવાની તૈયારી, 24 કલાકમાં AAPના ‘રાષ્ટ્ર નિર્માણ અભિયાન'માં જોડાયા 11 લાખ લોકો

આમ આદમી પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલ ‘રાષ્ટ્ર નિર્માણ અભિયાન'થી માત્ર 24 કલાકમાં 11 લાખ લોકો સાથે જોડાવાનો દાવો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પ્રચંડ જીત મેળવી છે. આ પ્રચંડ જીત બાદ રાજકીય અટકળોનો દોર ફરીથી શરૂ થઈ ગયો છે કે શું અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય રાજકારણમાં ઉતરશે. આ અટકળો વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલ 'રાષ્ટ્ર નિર્માણ અભિયાન'થી માત્ર 24 કલાકમાં 11 લાખ લોકો સાથે જોડાવાનો દાવો કર્યો છે. પાર્ટીએ આ અભિયાન સાથે જોડાવા માટે 9871010101 નંબર જારી કર્યો છે.

kejriwal

આમ આદમી પાર્ટીનુ કહેવુ છે કે આ ઐતિહાસિક છે કે દેશભરના લોકો પાસેથી રાષ્ટ્ર નિર્માણના કામની રાજનીતિને આટલા મોટા પાયે સમર્થન મળી રહ્યુ છે. દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીતથી આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે. પાર્ટીની મહારાષ્ટ્ર એકમે એલાન કર્યુ છે કે તે રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લેશે. પાર્ટીએ કહ્યુ કે તે આગામી બધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. આપની રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પ્રીતિ શર્મા મેનને આ અંગેની માહિતી આપી છે. પ્રીતિ મેનને જણાવ્યુ કે પાર્ટીએ મુંબઈ મહાનગર પાલિકા સહિત રાજ્યમાં બધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ કે પાર્ટી રાજ્યમાં દિલ્લી મૉડલ પર અમલ કરવાનો પ્રયત્ન કરશે.

તમને જણાવી દઈએ કે દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમીએ 70માંથી 62 સીટો પર કબ્જો જમાવ્યો છે. આમ આદમી પાર્ટીએ 2015ની સફળતાનુ પુનરાવર્તન કરીને આ ચૂંટણીમાં મોટી જીત મેળવી, વળી વિપક્ષી દળોના હાથમાં કોઈ ખાસ સફળતા ન આવી. ભારતીય જનતા પાર્ટી માત્ર 8 સીટો પર જીત મેળવી શકી. જો કે ભાજપ પોતાની ટેલીને 3થી 8 સુધી જરૂર પહોંચાડી શક્યુ પરંતુ કોંગ્રેસની સ્થિતિ વધુ ખરાબ રહી. કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યા નહિ જ્યારે પાર્ટીને મત ટકા બાબતે પણ ઘણુ નુકશાન થયુ.

આ પણ વાંચોઃ આ રીતે જૂના દોસ્તો સાથે વધારો સંપર્ક અને ફરીથી યાદ કરો વીતેલી પળોઆ પણ વાંચોઃ આ રીતે જૂના દોસ્તો સાથે વધારો સંપર્ક અને ફરીથી યાદ કરો વીતેલી પળો

English summary
11 lakh people from all over country joined aam aadmi party in 24 hrs claims AAP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X