દિલ્હીમાં ટ્રાફિક પોલિસેની ક્રુરતા,મહિલાને મારી ઇંટ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દિલ્હી ટ્રાફિક પોલિસે મહિલા મારી ઇંટ

દિલ્હી ટ્રાફિક પોલિસે મહિલા મારી ઇંટ

ક્રોસિંગ પર સિગ્નલ ભંગ કરવાની વાતે જ્યારે મહિલાએ દિલ્હીના મથુરા રોડ પર ઊભેલા ટ્રાફિક પોલિસ જાડે દંડ ભર્યાની રસીદ માંગી તો મહિલા અને ટ્રાફિક પોલિસ વચ્ચે થઇ ઝપાઝપી. જેમાં પોલિસે મહિલા પર ઇંટ ફેંકી અને તેના હાથ મરોડી નાખ્યો જ્યાર બાદ આ મહિલાએ પોલિસના વિરુદ્ઘ FIR નોંધાવી છે. તો બીજી તરફ પોલિસે આ ટ્રાફિક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે.

ગૃહ પ્રધાન રાજનાથે કહ્યું

ગૃહ પ્રધાન રાજનાથે કહ્યું "હવે તો દાઉદને ભારત લાવીને રહીશું"

સંસદમાં આજે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પર બોલતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે દાઉદ પાકમાં છે તેવી પાક્કી માહિતી ભારત સરકાર પાસે છે. આ પહેલાની સરકારે પણ પાક.ને આ મામલે અનેક વાર પૂરતી માહિતી આપવા છતા પાકે નાપાક હરકતો કરી આ મામલે કોઇ પગલા લીધા નથી. પણ અમે ફરી એક વાર પ્રતિબદ્ધતા બતાવીશું. અને જે થાય તે પણ દાઉદને પાછા ભારત લાવવાના પૂરતા પ્રયાસો કરીશું.

કર્ણાટક હાઇકોર્ટે જયલલિતાને નિર્દોષ જાહેર કરી

કર્ણાટક હાઇકોર્ટે જયલલિતાને નિર્દોષ જાહેર કરી

AIADMKની સુપ્રીમો જયલલિતાને કર્ણાટક હાઇકોર્ટે આજે નિર્દોષ જાહેર કરી. જસ્ટીસ સી.આર. કુમારસ્વામીએ કોર્ટમાં આ જાહેરાત કરતા સમગ્ર કોર્ટમાં અને ચેન્નઇમાં ખુશીનું વાતાવરણ થઇ ગયું છે.

ચેન્નઇમાં ફરી ચાલશે

ચેન્નઇમાં ફરી ચાલશે "અમ્માનું રાજ"

આવકથી વધુ સંપત્તિ રાખવા મામલે ચાલતા કેસમાં કર્ણાટક હાઇકોર્ટે આપી ચેન્નઇના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને મોટી રાહત. જયલલિતા ને નિર્દોષ જાહેર કરતા તે ફરીથી સક્રિય રાજકારણમાં ભાગ લઇ શકશે અને તે પાછી ચેન્નઇના મુખ્યમંત્રી પદને સ્વીકાર કરશે તેવી સંભાવના છે.

ચેન્નઇમાં ફેલાયો "અમ્મા ફીવર"

AIADMKના સુપ્રીમો જયલલિતાને કોર્ટ તરફથી રાહત મળતા સમગ્ર ચેન્નઇમાં ખુશીને લહેર ફેલાઇ ગઇ છે. અમ્માના ઘરની સામે અને AIADMKની ઓફિસમાં અને વિધાનસભામાં પણ મીઠાઇઓને વહેંચણી થઇ રહી છે. લોકો નાચગાન કરી રહ્યા છે અને ફટાકડા ફોડીને આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે.

કર્ણાટક હાઇકોર્ટ પર પોલિસનો ચુસ્ત બંદોવસ્ત

આજે કર્ણાટકા હાઇકોર્ટમાં જયલલિતાના કેસની સુનવણી છે. ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કોર્ટની બહાર અને કોર્ટ પરિસરમાં ચાંપતો પોલિસ બંદોવસ્ત કરવામાં આવ્યો છે.

ચેન્નઇમાં અમ્મા માટે કરાયા પૂજા હવન

ચેન્નઇમાં અમ્મા માટે કરાયા પૂજા હવન

ચેન્નઇમાં આજ સવારથી જ જયલલિતાના ઘરની બહાર તેમના શુભચ્છકો અને કાર્યકર્તાઓની મોટી ભીડ જમા થઇ ગઇ છે. વધુમાં ચેન્નઇના વિવિધ મંદિરોમાં અમ્માના પક્ષમાં ચુકાદો આવે તે માટે હવન અને પૂજા અર્ચના કરવામાં આવી રહ્યા છે

દિલ્હીમાં DTC બસ ડ્રાઇવરો હડતાલ પર

દિલ્હી રોડ રેજ કેસમાં રવિવારે, એક ડીટીસી ડ્રાઇવરની ગુસ્સે ભરાયેલ ભીડે ઢોર માર મારીને હત્યા કરી નાખી. જે બાદ આજે દિલ્હીમાં ડીટીસી બસ ડ્રાઇવરો હડતાલ પર છે. આ લોકોની માંગ છે કે મૃત્યુ પામનાર ડીટીસી ડ્રાઇવરના પરિવારને યોગ્ય વળતર મળે અને તેની હત્યાના આરોપી જલ્દી પકડાઇ જાય.

બિહારમાં મોટી માત્રામાં વિસ્ફોટક જથ્થો મળ્યો

રવિવારે, બિહારના જમુઇમાં એક માઓવાદી હાઇડઆઉટમાં પોલિસે છાપા મારી ત્યાંથી મોટી માત્રામાં વિસ્ફોટક દારૂગોળા જપ્ત કર્યો છે.

ગુડગાંવમાં 1 કરોડની ઉઠાંતરી કરનાર ચોર પકડાયો

ગુડગાંવમાં 1 કરોડની ઉઠાંતરી કરનાર ચોર પકડાયો

રવિવારે, ગુડગાંવમાં 23 ATM મશીન તોડનાર અને 1 કરોડથી પણ વધુ રોકડ રકમની ઉઠાંતરી કરનાર ચોરને ગુડગાંવ પોલિસે ધરદબોચ્યો.

જમ્મુમાં હુર્રિયત કોન્ફરન્સનો કરાયો વિરોધ

જમ્મુમાં હુર્રિયત કોન્ફરન્સનો કરાયો વિરોધ

રવિવારે, જમ્મુમાં અમરનાથ યાત્રા પર વિવાદાસ્પદ નિવેદન આપનાર સૈયદ અલી શાહ ગિલાની અને હુર્રિયત કોન્ફરન્સ સામે ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના સભ્યો કર્યું વિરોધ પ્રદર્શન

મોદીએ દીદીને કહ્યું

મોદીએ દીદીને કહ્યું "ટીમ ઇન્ડિયા" રાજકારણથી ઉપર છે.

પશ્ચિમ બંગાળની મુલાકાત પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ત્રિણમૂલના સુપ્રીમો મમતા બેનર્જીને આપી સલાહ. મોદીએ મમતાને સૂચન કર્યું કે તે આંતરિક રાજકારણ અને રાજ્યવાદને બાજુમાં મૂકીને તે "ટીમ ઇન્ડિયા" અને દેશવાદને પ્રાધાન્ય આપે. રવિવારે, કોલકત્તાના પોલો ગ્રાઉન્ડમાં યોજેલી જનસભામાં તેમણે આ અનુરોધ મમતા બેનર્જીની સામે કર્યો હતો.

ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે

ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે

દિલ્હીમાં ગરમીનો પારે 40 ડિગ્રીની ઉપર જતા દિલ્હીના નાના ભૂલકાઓ ઇન્ડિયા ગેટ બોટ ક્લબ ખાતે આવેલા ફુવારા નીચે ઠંડા ઠંડા પાણીની મઝા માણી રહ્યા છે.

મુંબઇની આગમાં બે બહાદુર ફાયર ફાઇટર શહીદ

મુંબઇની આગમાં બે બહાદુર ફાયર ફાઇટર શહીદ

મુંબઇના કાલબાદેવી વિસ્તારમાં ચાર માળની બિલ્ડીંગમાં લાગેલી ભીષણ આગમાં, આગને કાબુમાં લેતી વખતે બે ફાયરમેને પોતાનો જીવ ગુમાવ્યો છે.

મધર્સ ડે પર મમ્મીઓનું રેમ્પ વોક

મધર્સ ડે પર મમ્મીઓનું રેમ્પ વોક

ચંદીગઢમાં મધર્સ ડે પર "મમ્મી એન્ડ મી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મમ્મીઓએ તેમના બાળકો સાથે કર્યું રેમ્પ વોક.

શશી કપૂરને મળ્યો

શશી કપૂરને મળ્યો "દાદા સાહેબ ફાળકે એવોર્ડ"

રવિવારે, મુંબઇમાં જાણીતા બોલીવૂડ એક્ટર શશી કપૂરને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કપૂર ખાનદાન, રેખા, અમિતાભ, વહીદા રહેમાન જેવા અનેક બોલિવૂડ સેલેબ્રિટીએ હાજર રહ્યા હતા.

બેલૂર મઢમાં પહોંચ્યા મોદી

બેલૂર મઢમાં પહોંચ્યા મોદી

રવિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેલૂર મઢની મુલાકાત લીધી હતી. પોતાની આ મુલાકાત પર તેમણે ટ્વિટ કરતા કહ્યું હતું કે આ મુલાકાત તેમના માટે ખાસ હતી.

દશ્રિણેશ્વર કાલી મંદિર પહોંચ્યા મોદી

દશ્રિણેશ્વર કાલી મંદિર પહોંચ્યા મોદી

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકત્તાના પ્રસિદ્ધ દક્ષિણેશ્વર કાલી મંદિરની મુલાકાત લીધી. જ્યાં તેમને માં કાલીની પૂજા કરી ધન્યતા અનુભવી હતી.

જમ્મુ કાશ્મીર બસ ખાઇમાં પડતા 21ની મોત

જમ્મુ કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં એક બસ ખાઇમાં પડતા 21 લોકોની મોત થઇ છે અને 32 લોકો ધાયલ થયા છે.

દિલ્હીમાં ટ્રાન્સપોર્ટ ભવનમાં આગ

દિલ્હીમાં ટ્રાન્સપોર્ટ ભવનમાં આગ લાગતા ભવન ખાલી કરાવામાં આવ્યું હતું. જો કે હવે આગ કાબુમાં લેવામાં આવી ગઇ છે.

અનંતનાગમાં સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલો

જમ્મુ કાશ્મીરમાં આવેલ અનંતનાગમાં કારમાં આવેલા આતંકીઓએ સીઆરપીએફ જવાનો પર ફાયરીંગ કરતા બે જવાનાની મોત થઇ છે. જ્યારબાદ સેનાએ કોમ્બીંગ ઓપરેશન શરૂ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X