જોધપુરઃ કિટ નાશક કે ઝેરીલી વસ્તુ ખાવાથી 11 પાકિસ્તાની શર્ણાર્થીના મોતની આશંકા
જોધપુરઃ કિટ નાશક કે ઝેરીલી વસ્તુ ખાવાથી 11 પાકિસ્તાની શર્ણાર્થીના મોતની આશંકા
જોધપુરઃ રાજસ્થાનથી કંપાવી મૂકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જોધપુરના એક ગામમાં 11 પાકિસ્તાની શરણાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી છે. આ 11 લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે જેઓ પાકિસ્તાનથી વિસ્થાપિત થયા હતા. જણાવી દઈએ કે રાજસ્થાનમાં સરહદ નજીકના ગામોમાં મોટા પાયે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ રહે છે. એક જ પરિવારના 11 લોકોના મોત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

જાણકારી મુજબ એક યુવક ઘાયલ અવસ્થામાં મળ્યો છે. જેને પોલીસે નજીકના હોસ્પિટલે દાખલ કર્યો છે. મૃતકોમાં 2 પુરુષ 4 મહિલા, 5 બાળકો સામેલ છે. મૃતક પરિવાર પાકિસ્તાનથી વિસ્થાપિત ભીલ સમાજનો છે અને થોડા સમય પહેલા જ આ બધા લોકો પાકિસ્તાનથી જોધપુર આવ્યા હતા. આ તમામ લોકો ગામના ખેતરમાં ટ્યૂબવેલ પર કામ કરતા હતા અને બાજુમાં જ બનેલી ઝૂંપડીમાં રહેતા હતા. પ્રથમ દ્રષ્ટિએ કિટ નાશક કે ઝેર ખાવાથી આ તમામના મોત થયા હોવાની વાત સામે આવી રહી છે.
હજી સુધી મોતના કારણનો પતો નથી લગાવી શકાયો. ઘટનાની માહિતી મળવા પર પોલીસ વિભાગના ઉપરી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને એફએસએલ ટીમ દ્વારા ઘટના સ્થળની તપાસ હાથ ધરવામાં આવી છે. જોધપુર ગ્રામીણ એસપી રાહુલ બારહટે આ ઘટનાની જાણકારી આપી.












Click it and Unblock the Notifications
