For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસના કારણે દેશમાં 11મુ મોત, તમિલનાડુમાં દર્દીએ લીધા અંતિમ શ્વાસ

કોરોના વાયરસના કારણે દેશમાં વધુ એક વ્યક્તિનુ મોત નીપજ્યુ છે. તમિલનાડુના મદુરાઈમાં રાજાજી હોસ્પિટલમાં ભરતી દર્દીનુ ગઈકાલે રાતે મૃત્યુ થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે દેશમાં વધુ એક વ્યક્તિનુ મોત નીપજ્યુ છે. તમિલનાડુના મદુરાઈમાં રાજાજી હોસ્પિટલમાં ભરતી દર્દીનુ ગઈકાલે રાતે મૃત્યુ થઈ ગયુ છે. રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી સી વિજય ભાસ્કરે જણાવ્યુ કે દર્દી લાંબી બિમારી સામે પહેલેથી ઝઝૂમી રહ્યો હતો. તેને ડાયાબિટીઝની સાથે હાઈપરટેન્શન હતુ. દર્દીની ઉંમર 54 વર્ષ હતી અને તે સોમવારે કોરોના ટેસ્માં પૉઝિટીવ આવ્યો હતો. આ સાથે દેશમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 11 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 18 છે. માહિતી અનુસાર વ્યક્તિનુ મોત લગભગ રાતે 1.30 વાગે થયુ છે.

તમિલનાડુથી બહાર નહોતો ગયો દર્દી

તમિલનાડુથી બહાર નહોતો ગયો દર્દી

માહિતી મુજબ દર્દી તમિલનાડુથી બહાર નહોતો ગયો. થાઈલેન્ડના ટુરિસ્ટના સંપર્કમાં આવ્યો હતો જેમાંથી બે લોકો હજુ પણ પેરુંદરઈમાં જિલ્લા હોસ્પિટલમાં ભરતી છે. આ લોકોમાં પણ કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. માહિતી અનુસાર જે વ્યક્તિનુ મોત થયુ છે તે મદુરાઈમાં બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર હતો. દર્દીને પ્રાઈવેટ હોસ્પિટલમાં શનિવારે ભરતી કરવામાં આવ્યો હતો. રવિવારે આ વ્યક્તિના સેમ્પલને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા કે જે સોમવારે પૉઝિટીવ આવ્યા હતા. આ દર્દીના મોતની માહિતી આપતા વિજય ભાસ્કરે જણાવ્યુ કે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિત આ 12મો દર્દી હતો. ડાયાબિટીઝના કારણે તેની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ હતી ત્યારબાદ મોડી રાતે તેને બચાવવાની કોશિસો નિષ્ફળ થઈ ગઈ.

આખી દુનિયામાં 4 લાખથી વધુ લોકો સંક્રમિત

આખી દુનિયામાં 4 લાખથી વધુ લોકો સંક્રમિત

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસનુ સંક્રમણ આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યુ છે. કોરના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 4 લાખને પાર કરી ગઈ છે. જ્યારે આ સંક્રમણના કારણે અત્યાર સુધી 18થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ આવાયરસથી નિપટવા માટે સરકાર યુદ્ધના ધોરણે પગલાં લઈ રહી છે. મંગળવારે રાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખા દેશમાં 21 દિવસનુ લૉકડાઉનની ઘોષણા કરી. પીએમે પોતાના સંબોધનમાં દેશવાસીઓને કહ્યુ કે તમે લોકો પોતોના ઘરોમાં જ રહે, જાન હે તો જહાન હે.

બહુ ઝડપથી ફેલાય છે આ વાયરસ

બહુ ઝડપથી ફેલાય છે આ વાયરસ

પીએમ મોદીએ કહ્યુ કે દુનિયાના સમર્થમાં સમર્થ દેશોને પણ કેવી રીતે આ મહામારીએ એકદમ લાચાર બનાવી દીધા છે. એવુ નથી કે આ દેશો પ્રયત્ન નથી કરી રહ્યા કે પછી તેમની પાસે સંશાધનોની કમી છે પરંતુ કોરોના વાયરસ એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે તમામ તૈયારીઓ અને પ્રયાસો છકાં આ દેશોમાં પડકારો વધતા જઈ રહ્ય છે. ડબ્લ્યુએચઓ અનુસાર આ બિમારીથી સંક્રમિત એક વ્યક્તિ 7-10 દિવસમાં સેંકડો લોકોને આ બિમારી પહોંચાડી શકે છે. આ આગની જેમ ઝડપથી ફેલાય છે.

આ પણ વાંચોઃ નવરાત્રિ પર દેશના મંદિરોમાં લાગ્યા તાળા, પીએમ મોદીએ આપ્યો ખાસ સંદેશઆ પણ વાંચોઃ નવરાત્રિ પર દેશના મંદિરોમાં લાગ્યા તાળા, પીએમ મોદીએ આપ્યો ખાસ સંદેશ

English summary
11th death due to coronavirus in India in Tamil nadu Madurai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X