For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનપુર પાસે પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, 45 યાત્રી ઘાયલ

કાનપુર પાસે પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, 45 યાત્રી ઘાયલ

|
Google Oneindia Gujarati News

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં રૂમા ગામ નજીક શનિવારે મોડી રાત્રે ટ્રેન અકસ્માત થયો. અહીં પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા. જેમાં 4 ડબ્બા પલટી ગયા હતા. એસી કોચ બી-3 સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત થયો છે. પૂર્વા એક્સપ્રેસ ટ્રેન નંબર- 12303 હાવડાથી નવી દિલ્હી જઈ રહી હતી. ઘટના શનિવારે મોડી રાત્રે 1 વાગ્યે બની. ઘટનામાં 45 યાત્રીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તમામ યાત્રીઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર રેલવેના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે અને બચાવ કાર્ય ચાલુ છે. ઘટના બાદ રેલ વ્યવહાર ઠપ થઈ ગયો છે.

train accident

ઘટનાની જાણકારી મળતા જ જિલ્લાઅધિકારી, એસએસપી તથા અન્ય અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા અને પૂરી સ્થિતિનો તાગ મેળવ્યો. કાનપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વિજય વિશ્વાસ પંત પણ ઘટના સ્થળે પહોંચ્યા. એએનઆઈ સાથે વાતચીતમાં કહેવામાં આવ્યું છે કે, હાલ કોઈપણ પ્રકારના અહેવાલ આવ્યા નથી. યાત્રીઓને કાનપુર સેનટ્્રલ સુધી લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રેલવે અધિકારીઓએ કહ્યું કે યાત્રિઓને કાનપુરથી દિલ્હી લઈ જવા માટે વધારે ટ્રેનની વ્યવસ્થા કરી રહ્યા છે.

રેલવેનું કહેવું છે કે તપાસ બાદ ઘટનાનું કારણ જાણી શકાશે. આ દરમિયાન કાનપુર સેન્ટ્રલથી એક સ્પેશિયલ ટ્રેન દ્વારા 900 યાત્રીઓને દિલ્હી મોકલવામાં આવ્યા છે. રેલવેએ કહ્યું કે કોઈપણ યાત્રીને ગંભીર ઈજા નથી થઈ. આ વચ્ચે રેલવેએ કેટલાક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. હેલ્પલાઈન નંબર હાવડા- (033) 26402241, 26402242, 26402243, 26413660 સાથે જ રેલવેએ દીનદયાળ ઉપાધ્યાય જંક્શન પર પણ હેલ્પલાઈન નંબર ખોલ્યો છે, જેના નંબર 05412 253232, 02773678 છે.

સ્પેશિયલ ટ્રેનથી યાત્રીઓને દિલ્હી મોકલ્યા

ઉત્તર મધ્ય રેલવેએ ઘટના વિશે નિવેદન જાહેર કરતા કહ્યું કે, ગાડી ડિરેલ હોવાના કારણે 14 યાત્રીઓને સામાન્ય ઈજા પહોંચી છે જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ 11 યાત્રીઓે છોડી મૂકવામાં આવ્યા. તેમને કાનપુર સેન્ટ્રલ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને ત્રણ યાત્રિઓને ઉપચાર હેતુ હૈલટ હોસ્પિટલે મોકલવામાં આવ્યા છે, જેમની ઈજા સામાન્ય છે. ગડીના તમામ યાત્રીઓને સ્પેશિયલ ટ્રેનથી સવારે 5.45 વાગ્યે નવી દિલ્હી મોકલવામાં આવ્યા. ગાડિઓના પરિચાલન હેતુ બીજીવાર શરૂ કરવા માટે યુદ્ધ સ્તરે કાર્ય થઈ રહ્યું છે. ડાઉન લાઈન સવારે 6.15 વાગ્યે ફીટ કરી દેવામાં આવી છે. પૂર્વા એક્સપ્રેસમાં 900 યાત્રીઓ સવાર હતા, જે કાનપુરથી દિલ્હી માટે રવાના થઈ હતી. ઘટનાને કારણે આ રૂટ પર ચાલનાર 11 ટ્રેનોને આજે રદ્દ કરી દેવામાં આવી છે.

LHV કોચ હોવાના કારણે જીવ બચી ગયા

આ ભીષણ દુર્ઘટનામાં કોઈનો પણ જીવ ન ગયો કારણ કે આ આખી ટ્રેન એલએચવી કોચ હતી. એલએચવી ડબબા ભારતના કપૂરથલામાં બનાવવામાં આવ્યા છે. આ ડબ્બા સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનાવવામાં આવ્યા છે. ડબ્બાની ખાસિયત છે કે તે સામાન્ય ડબ્બાથી મજબૂત છે. જેમાં એડવાન્સ ડિસ્ક બ્રેક પણ છે. ઘટના દરમિયાન આ ડબ્બા એક બીજા ઉપર નહિ ચઢે.

આ પણ વાંચો- હાર્દિકને લાફો મારનાર તરુણ ગજ્જર હોસ્પિટલમાં દાખલ, જણાવ્યું હાર્દિકને મારવાનું કારણ

English summary
12 coaches of the Howrah-New Delhi Poorva Express derailed near Kanpur city of Uttar Pradesh early on Saturday, injuring at least seven people, railway officials said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X