For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિકને લાફો મારનાર તરુણ ગજ્જર હોસ્પિટલમાં દાખલ, જણાવ્યું હાર્દિકને મારવાનું કારણ

હાર્દિકને લાફો મારનાર તરુણ ગજ્જર હોસ્પિટલમાં દાખલ, જણાવ્યું હાર્દિકને મારવાનું કારણ

|
Google Oneindia Gujarati News

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં એક જનસભા દરમિયાન શુક્રવારે પાટીદાર નેતા હાર્દિક પટેલને તરુણ ગુજ્જર નામના એક શખ્સે લાફો ઝીંકી દીધો હતો. બલદાણા ગામમાં હાર્દિક પટેલ જાહેર સભાને સંબોધી રહ્યો હતો ત્યારે આ ઘટના બની. સ્ટેજ પર હાર્દિકને લાફો ઝીંકનાર શખ્સને ત્યાં હાજર લોકોએ પકડી લીધો, જે બાદ તેની પણ ધોલાઈ કરી. જેને પગલે તરુણ ગજ્જર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. તરુણ ગજ્જર મુળ રૂપે મહેસાણાનો રહેવાસી. તરુણે જણાવ્યું કે તેણે હાર્દિકને લાફો એટલા માટે માર્યો કેમ કે આંદોલન સમયે તેની પત્ની ગર્ભવતી હતી અને તેણે આંદોલનને પગલે ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારે જ નક્કી કરી લીધું હતું કે આ માણસને મારીશ

ત્યારે જ નક્કી કરી લીધું હતું કે આ માણસને મારીશ

હાર્દિક પટેલને લાફો ઝીંકનાર તરુણ ગઝ્ઝરને હાર્દિકના સમર્થકોઈ પણ ધોઈ નાખ્યો હતો. જો કે પોલીસે તેને બચાવી હોસ્પિટલે ખસેડ્યો હતો. હોસ્પિટલમાં દાખલ તરુણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે પાટીદાર આંદોલન સમયે મારી પત્ની ગર્ભવતી હતી. તેનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. એ દરમિયાન કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે આ માણસને મારીશ. આ માણસને કોઈપણ રીતે સબક સિખવીશ.

Video: સુરેન્દ્રનગરની સભામાં હોબાળો, શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને લાફો માર્યોVideo: સુરેન્દ્રનગરની સભામાં હોબાળો, શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને લાફો માર્યો

કોણ છે તે? શું તે ગુજરાતનો હિટલર છે?

કોણ છે તે? શું તે ગુજરાતનો હિટલર છે?

તરુણે જણાવ્યું કે, અમદાવાદમાં હાર્દિકની રેલી દરમિયાન હું મારા બાળક માટે દવા લેવા ગયો હતો. ત્યારે બધું જ બંધ હતું. તે રસ્તાઓ બંધ કરી દે છે, તે જ્યારે ઈચ્છે ગુજરાત બંધ કરી દે છે. તે કોણ છે? તે શું ગુજરાતનો હિટલર છે? તરુણે પાટીદાર આંદોલન દરમિયાન મરનાર 14 યુવકોની હત્યા માટે પણ હાર્દિક પટેલને જવાબદાર ઠેરવ્યો.

તરુણ ગજ્જર કોઈ પાર્ટી સાથે જોડાયેલ નથીઃ પોલીસ

એસપી સુરેન્દ્રનગર મહેન્દ્ર બાગડિયાએ જણાવ્યું કે તરુણ ગજ્જર કોઈ પાર્ટી સાથે જોડાયેલ નથી, તે એક સામાન્ય નાગરિક છે. કાનૂન પોતાનું કામ કરી રહ્યું છે. લાફા કાંડ સમયે હાર્દિક સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીને સંબોધિત કરી રહ્યો હતો. હાર્દિકે આ ઘટના બાદ પણ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું. આ ઘટના બાદ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કરતાં ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું. હાર્દિકે કહ્યું કે, ભાજપ મારા પર હુમલા કરાવી રહ્યું છે. તે મને મારી નાખવા ઈચ્છે છે. આવા હુમલાઓ પર અમે ચૂપ નહિ રહીએ.

English summary
Tarun Gajjar who slapped Hardik Patel in rally Gujarat, confessed why he did it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X