For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કેસમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12751 પોઝિટિવ કેસ

છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે દેશમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં આવી રહ્યા હતા, તેના કારણે લોકોની ચિંતા વધી ગઈ હતી, પરંતુ આજે કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 09 ઓગસ્ટ : છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે દેશમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં આવી રહ્યા હતા, તેના કારણે લોકોની ચિંતા વધી ગઈ હતી, પરંતુ આજે કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,751 નવા કેસ નોંધાયા છે, જ્યારે 16,412 દર્દીઓ સાજા થયા છે.

આ સાથે જો દેશમાં સક્રિય કેસની વાત કરીએ તો આ સંખ્યા 1,31,807 છે, જ્યારે દૈનિક હકારાત્મકતા દર 3.50 ટકા છે.

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 661 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 692 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગરમાં 2 કોવિડ સંબંધિતમૃત્યુ નોંધાયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5862 થઇ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5862 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,980 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,45,080 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા5862 થઇ છે. જેમાંથી 19 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,89,61,997 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 11,89,61,997 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.67 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 2,56,452 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.

રાજ્યમાં કુલ 11,89,61,997 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાંદરરોજ વધઘટ થઈ રહી છે.

English summary
12751 corona positive cases were reported in 24 hour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X