For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

COVID 19 updates: દેશમાં 24 કલાકમાં કોરોનાના 13193 નવા કેસ, 97 લોકોના મોત

કોરોના સામે જંગ લડી રહેલ ભારત માટે થોડા હેરાન કરનારા સમાચાર છે કારણકે કોરોનાના કેસમાં એકાએક વધારો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

COVID 19 updates: કોરોના સામે જંગ લડી રહેલ ભારત માટે થોડા હેરાન કરનારા સમાચાર છે કારણકે કોરોનાના કેસમાં એકાએક વધારો જોવા મળ્યો છે. ભારતીય આરોગ્ય મંત્રાલયે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,193 નવા કેસ આવ્યા બાદ કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1,09,63,394 થઈ અને 97 નવા મોત બાદ કુલ મોતોની સંખ્યા 1,56,111 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા હવે 1,39,542 છે અને કુલ ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1,06,67,741 છે.

corona

દેશમાં કુલ 1.01,88,007 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલ આ અભિયાન માટે ભારતમાં રસીકરણ 9.06 મિલિયન ડોઝને પાર કરી ગયો છે. સંયુક્ત રાજ્ય અમેરિકા(55.2 મિલિયન ડોઝ) અને યુકે(16.12 મિલિયન ડોઝ) બાદ ભારતનુ ત્રીજુ સ્થાન છે.

મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ

તમને જણાવી દઈએ કે એક વાર ફરીથી કોરોનાના કેસોમાં વધાર જોવા મળ્યો છે. અચાનકથી મહારાષ્ટ્રના કેસોમાં વધારો થયો છે ત્યારબાદ સરકારે લોકોને ચેતવણી આપી છે કે તે કોરોના ગાઈડલાઈનને ફોલો કરે નહિતર રાજ્યમાં એક વાર ફરીથી લૉકડાઉન લાગી શકે છે. તમને જણાવી દઈએ કે અઢી મહિના બાદ મહારાષ્ટ્રમાં ગુરુવારે પાંચ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ ઘણા શહેરોમાં કડકાઈ વધારવામાં આવી છે. બે જિલ્લા અમરાવતી અને યવતમાલમાં સૌથી વધારે પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. વળી, મુંબઈમાં બીએમસીએ નવી કોરોના ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારમાં આરોગ્ય મંત્રી રાજેશ ટોપે કોરોના સંક્રમિત થઈ ગયા છે.

અમરાવતીમાં લાગ્યુ લૉકડાઉન

અમરાવતીમાં આ સપ્તાહે લૉકડાઉનનુ એલાન કર્યુ છે. અમરાવતીમાં શનિવારે રાતે આઠ વાગ્યાથી સોમવાર સવારે સાત વાગ્યા સુધી લૉકડાઉન રહેશે. જિલ્લા પ્રશાસને કહ્યુ છે કે કોરોનાના કેસોને જોતા એ નિર્ણય લેવામાં આવ્યો છે. વળી, યવતમાલમાં કડકાઈ કરવામાં આવી છે. સ્કૂલ-કૉલેજ 28 ફેબ્રુઆરી સુધી માટે બંધ કરી દીધા છે. લગ્નમાં 50થી વધુ લોકો શામેલ નહિ થઈ શકે. વળી, રસ્તાપર પાંચથી વધુ લોકોને જમા થવાની મંજૂરી નહિ મળે.

Stock Market: બજારની શરૂઆત નબળી, સેંસેક્સ 236 પોઈન્ટ તૂટ્યોStock Market: બજારની શરૂઆત નબળી, સેંસેક્સ 236 પોઈન્ટ તૂટ્યો

English summary
13,193 new COVID19 cases,10,896 discharges, and 97 deaths in the last 24 hours in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X