જ્યારે દુશ્મનાવટ ભૂલાવી જંગ અને કેજરી ભેટી પડ્યા

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જ્યારે દુશ્મનાવટ ભૂલાવી જંગ અને કેજરી ભેટી પડ્યા

જ્યારે દુશ્મનાવટ ભૂલાવી જંગ અને કેજરી ભેટી પડ્યા

રવિવારે, દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇફ્તારની પાર્ટી આપી. જેમાં ઉપરાજ્યપાલ નજીબ જંગ, પૂર્વ મુખ્યમંત્રી શીલા દક્ષિત અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી સમેત અનેક રાજકારણીઓ હાજર રહ્યા. ત્યારે આ પાર્ટીમાં લોકો ત્યારે ચકિત થઇ ગયા જ્યારે તમામ દુશ્મનાવટ ભૂલીને ઉપરાજ્યપાલ નજીબ જંગ અને કેજરીવાલ એક બીજાને ભેટી પડ્યા.

વ્યાપમં કૌભાંડ: CBI આજે ભોપાલથી તપાસ શરૂ કરશે

વ્યાપમં કૌભાંડ: CBI આજે ભોપાલથી તપાસ શરૂ કરશે

સીબીઆઇ આજથી વ્યાપંમ કૌભાંડની તપાસ શરૂ કરશે. આ તપાસ માટે 40 અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે. જે ભોપલથી આ તપાસની શરૂઆત કરશે. નોંધનીય છે કે આ કૌભાંડમાં અનેક લોકોની મોત થતા સુપ્રિમ કોર્ટે આ કેસની તપાસ કરવાનું સીબીઆઇને કહ્યું છે.

દિલ્હીમાં રાહુલ ગાંધી મળ્યા શેરી વિક્રેતાઓને

દિલ્હીમાં રાહુલ ગાંધી મળ્યા શેરી વિક્રેતાઓને

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી આજે પશ્ચિમ દિલ્હીના અનેક વિસ્તારોની મુલાકાત લઇ તે વિસ્તારોમાં રસ્તાના કિનારે વેચાણ કરવા બેસતા ફેરી વિક્રેતાને મળ્યા અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો. જ્યાં આ શેરી વિક્રેતાઓએ રાહુલ ગાંધીને પ્રશાસન દ્વારા તેમને કરાતી હેરાનગતિથી માહિતગાર કર્યા.

ઉત્તર ભારતમાં વરસાદના લીધે 31 લોકોની મોત

ઉત્તર ભારતમાં વરસાદના લીધે 31 લોકોની મોત

ઉત્તર પ્રદેશ, દિલ્હી સમતે સમગ્ર ઉત્તર ભારતમાં પાછલા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે અલગ અલગ ધટનાઓમાં મકાન પડતા કે દિવાલ પડતા ઉત્તર પ્રદેશમાં 18 લોકો અને જમ્મી કાશ્મીરના પહેલગામમાં વાદળ ફાટવાથી 6 લોકોની મોત થઇ છે.

ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા રોકાઇ

ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા રોકાઇ

જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રાને રોકવામાં આવી છે. શ્રીનગરમાં 3 જગ્યાએ ભૂસ્ખલનના કારણે રાષ્ટ્રિય રાજમાર્ગ પર આવર જવર રોકવામાં આવી છે. ત્યારે અનેક યાત્રીઓ બેઝ કેમ્પ ખાતે માર્ગ ખૂલવા અને હવામાન સારું થવાની રાહ જોતા બેઠા છે.

અમરનાથ યાત્રાના તીર્થયાત્રીઓ ખોવાયા

અમરનાથ યાત્રાના તીર્થયાત્રીઓ ખોવાયા

રવિવારે, પહેલગામમાં ભારે વરસાદ બાદ અમરનાથ યાત્રાને રોકવામાં આવી હતી. જો કે તે પહેલા વરસાદમાં વચ્ચે ફસાઇ ગયેલા અને ખોવાઇ ગયેલા તીર્થયાત્રીઓને શોધવા માટે રાજ્યના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ ટીમ દ્વારા આ એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જમ્મુ કાશ્મીરમાં આભ ફાટ્યૂ, 6 ના મોત

જમ્મુ કાશ્મીરમાં આભ ફાટ્યૂ, 6 ના મોત

રવિવારે, દક્ષિણ કાશ્મીરમાં આભ ભાટતા કુલગામમાં પૂરગ્રસ્ત લોકોનો સેના દ્વારા ખાસ અભિયાન હાથ ધરીને બચાવ કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં પૂરની સ્થિતિ વણસી

પશ્ચિમ બંગાળમાં પૂરની સ્થિતિ વણસી

રવિવારે, બિરભૂમના લબપૂર વિસ્તારમાં ભારે વરસાદ બાદ કુન્યે નદીમાં પૂર આવતા લોકો લાઇફગાર્ડ બોર્ટના સહારે સુરક્ષિત સ્થળે જઇ રહ્યા છે.

દેહરાદૂનમાં એક કેન્ટીન પડતા ફસાયા લોકો

દેહરાદૂનમાં એક કેન્ટીન પડતા ફસાયા લોકો

રવિવારે, દહેરાદૂનમાં મેડિકલ સાયન્સ અને રિસર્ચ ઇન્ટિટ્યૂટની કેન્ટિનનું મકાન જમીનદોસ્ત થતા બચાવ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

દહેરાદૂનમાં સ્વચ્છતા અભિયાન હેઠળ થઇ સફાઇ

દહેરાદૂનમાં સ્વચ્છતા અભિયાન હેઠળ થઇ સફાઇ

રવિવારે, દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરિશ રાવતે સ્વચ્છતા અભિયાન હેઠળ રેસ્ટ રોડ ખાતે ક્લિનિંગ ડ્રાઇવ ચલાવીને સફાઇ કરી.

રાજૌરીમાં ભૂસ્ખલને બ્રીજના આ હાલ કર્યા

રાજૌરીમાં ભૂસ્ખલને બ્રીજના આ હાલ કર્યા

રવિવારે, રાજૌરીમાં ભારે વરસાદ અને જમીનધોવાણના કારણે એક પુલ જમીનદોસ્ત થઇ ગયો.

જ્યારે રામ અને રાવણે કર્યું વિરોધ પ્રદર્શન

જ્યારે રામ અને રાવણે કર્યું વિરોધ પ્રદર્શન

રવિવારે, બેંગલુરુમાં ગુબ્બી વૈરાના થિયેટર અને તેના કલાકારોએ "થિયટર બચાવો" અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન દરમિયાન કલાકારોએ મહાભારત અને રામાયણના પાત્રોની વેશભૂષા ધારણ કરી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું.

ઇમ્ફાલમાં મહિલાઓ કર્યો કર્ફ્યુનો વિરોધ

ઇમ્ફાલમાં મહિલાઓ કર્યો કર્ફ્યુનો વિરોધ

રવિવારે, ઇમ્ફાલમાં મહિલાઓએ પૂર્વ ઇમ્ફાલમાં ચાર દિવસથી લગાવવામાં આવેલા કર્ફ્યૂનો કંઇક આ રીતે વિરોધ કર્યો.

દુશ્મન દુશ્મન ભાઇ ભાઇ

દુશ્મન દુશ્મન ભાઇ ભાઇ

રવિવારે, પટનામાં જન અધિકાર પાર્ટીના પ્રમુખ પપ્પુ યાદવ અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને HUMના પ્રમુખ જીતન રામ માંજી મળ્યા હતા. ત્યારે તેમની આ રાજકીય મુલાકાત બિહારની ચૂંટણીમાં કોઇ નવો વળાંક લાવે તો નવાઇ નહીં.

શ્રીનગરમાં ઇદ-ઉલ-ફિત્રની તૈયારીઓ

શ્રીનગરમાં ઇદ-ઉલ-ફિત્રની તૈયારીઓ

રવિવારે, શ્રીનગરમાં ઇદ-ઉલ-ફિત્ર પહેલા બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઊમટી પડ્યા.

બેંગ્લુરુના રેસ કોર્સમાં ડર્બી રેસનું આયોજન

બેંગ્લુરુના રેસ કોર્સમાં ડર્બી રેસનું આયોજન

રવિવારે, બેંગ્લુરુના રેસ કોર્સ ખાતે કિંગફિશર ડર્બી 2015 સ્પર્ધાના આયોજન વખતે જીત માટે ભાગતા ઘોડા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X