For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની અધ્યક્ષતામાં 13મીં બ્રિક્સ સમિટ, અફઘાનિસ્તાનનો મુદ્દો ઉઠ્યો!

કોરોના મહામારી અને અફઘાનિસ્તાન સંકટ વચ્ચે ગુરુવારે બ્રિક્સ દેશોની 13 મી શિખર બેઠક યોજાઈ હતી. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

કોરોના મહામારી અને અફઘાનિસ્તાન સંકટ વચ્ચે ગુરુવારે બ્રિક્સ દેશોની 13 મી શિખર બેઠક યોજાઈ હતી. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. મહામારીને કારણે તમામ દેશો વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક પૂર્ણ કરવા પહેલાથી જ સંમતી દર્શાવી હતી. પીએમ મોદીના જણાવ્યા અનુસાર, ભારતને બ્રિક્સ દેશોની અધ્યક્ષતા કરીને ખૂબ જ ખુશી થઈ. તેમજ તમામ સભ્યો તરફથી સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે એટલે તેઓ તેમને ધન્યવાદ આપવા માંગે છે.

13th BRICS Summit

પીએમ મોદીએ કહ્યું કે આપણે સુનિશ્ચિત કરવું પડશે કે બ્રિક્સ 15 વર્ષમાં વધુ સારા પરિણામો પ્રાપ્ત કરે. ભારતે પોતાની અધ્યક્ષતા માટે માટે જે વિષય પસંદ કર્યો છે તે આ બાબતની પ્રાથમિકતાને દર્શાવે છે.આ વર્ષે કોવિડની પરિસ્થિતિ હોવા છતા 150 થી વધુ બ્રિક્સ બેઠક અને કાર્યક્રમો યોજાયા હતા. તેમાંથી 20 થી વધુ મંત્રી સ્તરના હતા. તેમણે વધુમાં કહ્યું કે, અમે બ્રિક્સ એજન્ડાને વિસ્તૃત કરવાનો પ્રયાસ કર્યો. બ્રિક્સે આ વર્ષે ઘણી સિદ્ધિઓ મેળવી છે.

પીએમ અનુસાર, તાજેતરમાં પ્રથમ બ્રિક્સ ડિજિટલ હેલ્થ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેકનોલોજીની મદદથી આરોગ્યની પહોંચ વધારવા માટે આ એક નવું પગલું છે. નવેમ્બરમાં આપણાં જળ સંસાધન મંત્રીઓ બ્રિક્સ ફોર્મેટમાં પ્રથમ વખત મળશે. આ સિવાય અમે બ્રિક્સ કાઉન્ટર ટેરરિઝમ એક્શન પ્લાન પણ અપનાવ્યો છે.

બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બેઠક દરમિયાન અફઘાનિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળો અને તેના સહયોગીઓના પાછા ફરવાથી એક નવું સંકટ ઉભું થયું છે. આ કટોકટી વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાને કેવી રીતે અસર કરશે તે હજુ સ્પષ્ટ નથી. જો કે, તેમને રાહત છે કે બ્રિક્સ દેશોએ આ મુદ્દે ખાસ ધ્યાન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, એવી નીતિ હોવી જોઈએ કે અફઘાનિસ્તાન તેના પડોશી દેશો માટે ખતરો ન બને. આ ઉપરાંત ત્યાંથી આતંકવાદ અને ડ્રગ્સની દાણચોરી પણ ન થઈ શકે.

ઉલ્લેખનિય છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પરત ફરતા તાલિબાનના કબજા બાદ હવે સ્થિતી દિવસે દિવસે બગડી રહી છે. આ સ્થિતીમાં આ બ્રિક્સ સંમ્મેલન પર દુનિયાભરની નજર છે. કેટલાક દેશ તાલિબાનને માન્યતા આપી રહ્યા છે ત્યારે ભારત કઈ દિશામા્ં આગળ વધે છે તે પણ જોવાનું રહે છે.

English summary
13th BRICS Summit, chaired by PM Modi, raises the issue of Afghanistan!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X