For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાધે માંને હાઇકોર્ટે આપ્યા બે અઠવાડિયાના જામીન

રાધે માંને હાઇકોર્ટે આપ્યા બે અઠવાડિયાના જામીન

દહેજ ઉત્પીડન અને અન્ય મામલોમાં ફસાયેલી રાધે માંને બોમ્બે હાઇકોર્ટે મોટી રાહત આપી છે. હાઇકોર્ટે 30 હજાર રૂપિયાના કેશ બોન્ડ પર બે અઠવાડિયા માટે જામીન મંજૂર કર્યા છે. જો કે કોર્ટે તેમને 19 અને 26 ઓગસ્ટના રોજ પોલિસ સ્ટેશનમાં હાજર રહી પોલિસને સહયોગ આપવાનો પણ આદેશ આપ્યો છે.

જંતર મંતર પર પૂર્વ સૈનિકોને ધક્કો મારીને હટાવાયા

જંતર મંતર પર પૂર્વ સૈનિકોને ધક્કો મારીને હટાવાયા

સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને જંતર મંતરને ખાલી કરાવાના ઉદ્દેશથી પોલિસ કર્મીઓએ અહીં વન રેન્ક વન પેન્સનની માંગ સાથે વિરોધ કરી રહેલા ભૂતપૂર્વ સૈનિકોને હટાવ્યા. ત્યારે આ બન્ને જૂથો વચ્ચે ધક્કા મુક્કી થઇ જતા એક નવો વિવાદ ઊભો થયો છે. જે બાદ અરવિંદ કેજરીવાલે આ ઘટના અંગે પોતાની નારાજગી દર્શાવતા કહયું કે જે લોકો દેશની સુરક્ષા કરતા હતા તે આજે દેશમાં ખતરો બની ગયા?

સ્વતંત્રતા દિવસના પહેલા દેશભરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત

સ્વતંત્રતા દિવસના પહેલા દેશભરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત

સ્વતંત્રતાના દિવસના એક દિવસ પહેલા રાજધાની દિલ્હી અને સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. આતંકી હુમલાની શક્યતાને જોતા દિલ્હીમાં અનેક જગ્યાએ હથિયારબંધ સુરક્ષાકર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે.

કાંદિવલી પોલિસ સ્ટેશન પહોંચી રાધેમાં, પોલિસ કરશે રાધેમાંની પૂછપરછ

કાંદિવલી પોલિસ સ્ટેશન પહોંચી રાધેમાં, પોલિસ કરશે રાધેમાંની પૂછપરછ

ગઇકાલે રાધે માં મુંબઇ સેશન કોર્ટમાં અગ્રિમ જમાનત માટે અરજી કરી હતી. જે નામંજૂર થયા બાદ આજે સવારે રાધેમાં તેના ઘરેથી કાંદિવલી પોલિસ સ્ટેશન જવા પહોંચી હતી. નોંધનીય છે કે આજે કાંદિવલી પોલિસ રાધેમાંને તેમની પર લાગેલા દહેજ ઉત્પીડન આરોપ અંગે પૂછપરછ કરશે.

દારૂલ ઉલૂમ જાહેર કર્યું ફરમાન, કહ્યું દરેક મુસ્લિમ ધૂમધામથી ઉજવે સ્વતંત્રતા

દારૂલ ઉલૂમ જાહેર કર્યું ફરમાન, કહ્યું દરેક મુસ્લિમ ધૂમધામથી ઉજવે સ્વતંત્રતા

દારુલ ઉલૂમે ફરમાન જાહેર કર્યું કે તમામ મદરેસા અને ઇસ્લામી સંસ્થાઓએ સ્વતંત્રતા દિવસ પર પોતાની ઇમારતો પર ત્રિરંગો ધ્વજ લહેરાવાની અપીલ કરી છે. દારુલ ઉલૂમ કહ્યું ભારત આપણો દેશ છે અને આપણે પણ તેને એટલો જ પ્રેમ કરીએ છીએ. ત્યારે લોકોનો ભ્રમ દૂર કરવા માટે ત્રિરંગો લહેરાવો જોઇએ.

ભૂતપૂર્વ સૈનિકોને મળવા રાહુલ ગાંધી પહોંચ્યા જંતર મંતર

ભૂતપૂર્વ સૈનિકોને મળવા રાહુલ ગાંધી પહોંચ્યા જંતર મંતર

વન રેન્ક વન પેન્સનની માંગ સાથે જંતર મંતર પર વિરોધ કરી રહેલા ભૂતપૂર્વ સૈનિકોને આજે દિલ્હી પોલિસ દ્વારા ખદેડવામાં આવ્યા. સુરક્ષા કારણો સહ તેમને અહીંથી નીકાળવામાં આવ્યા જેમાં ધક્કા મુક્કી પણ થઇ અને પછી આ અધિકારીઓએ અહીં ના હટવાનું નક્કી કર્યું. જે બાદ હાલ ક્રોંગ્રેસના ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્યાં પહોંચીને ભૂતપૂર્વ સૈનિકો જોડે મુલાકાત કરી. જો કે આ દરમિયાન "રાહુલ ગાંધી પાછા જાવ"ના નારા પણ પડ્યા. જો કે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને વન રેન્ક વન પેન્શનની ડેટ રિલિઝ કરવાની માંગ કરી છે.

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર મોદીએ પાઠવ્યા અભિનંદન

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર મોદીએ પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાકિસ્તાનને તેના સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી. મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરીને કહ્યું કે તે પાકિસ્તાનની જનતાને તેમના સ્વતંત્રતા દિવસે અભિનંદન પાઠવે છે.

આતંકી નાવેદને દિલ્હી લાવવામાં આવ્યો

આતંકી નાવેદને દિલ્હી લાવવામાં આવ્યો

ઉધમપુર આતંકી હુમલામાં પકડાયેલા પાકિસ્તાનની આતંકી નાવેદની ગુરુવારે વધુ પુછપરછ માટે રાષ્ટ્રિય તપાસ એજન્સી (એનઆઇએ) દિલ્હી લઇને આવી. વરિષ્ઠ અધીક્ષક અતુલ ગોયલની દેખરેખમાં હેલીકોપ્ટરથી નાબેદની દિલ્હી લાવવામાં આવ્યો.

પાક.ની નાપાક ચાલ આતંરાષ્ટ્રિય સીમા પર ભારે ફાયરિંગ

પાક.ની નાપાક ચાલ આતંરાષ્ટ્રિય સીમા પર ભારે ફાયરિંગ

આજે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે પણ તેમ છતાં તે છેલ્લા આઠ દિવસથી જમ્મુના સંભાગ અને પૂંછ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ કરી સંધર્ષ વિરામનો ભંગ કરી રહ્યું છે.

ચંબામાં બસ ખાઇમાં પડતા 10ના મોત

ચંબામાં બસ ખાઇમાં પડતા 10ના મોત

ગુરુવારે, ચંબા વિસ્તારમાં ચંબા કિલાડ માર્ગ પર હિમાચલ સડક પરિવહન નિગમની એક બસ ખાઇમાં પડી જતા બે મહિલાઓ, એક બાળક સમેત 10 લોકોની મોત થઇ છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ભાજપ સત્તાના નશામાં ચૂર છે. અને તેનો કોઇ ઇલાજ નથી- ક્રોંગ્રેસ

ભાજપ સત્તાના નશામાં ચૂર છે. અને તેનો કોઇ ઇલાજ નથી- ક્રોંગ્રેસ

સંસદના ચોમાસુ સત્રના પૂર્ણ થયા પછી ક્રોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે ભાજપે તે સાબિત કરી દીધુ કે તે બધાની સહમતિ અને લોકતંત્રમાં બિલકુલ વિશ્વાસ નથી કરતી. વધુમાં તેમણે કહ્યું કે ભાજપને સત્તાનો નશો થઇ ગયો છે અને તેનો કોઇ ઇલાજ નથી.

દિલ્હીમાં ભાજપે લોકશાહીને બચાવો નામે રેલી કાઢી

દિલ્હીમાં ભાજપે લોકશાહીને બચાવો નામે રેલી કાઢી

ગુરુવારે, દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે . અડવાણી સાથે ગૃહપ્રધાન રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, નિતીન ગડકરી અને અનેક વરિષ્ઠ નેતાઓએ લોકશાહી બચાવોની માંગ સાથે એક રેલી નીકાળી. નોંધનીય છે કે ચોમાસુ સત્રમાં ક્રોંગ્રેસ અને વિપક્ષ દ્વારા બન્ને સદનોમાં ભારે હંગામો કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં ભાજપે આ રેલી નીકાળી હતી.

આતંકી નવેદને પકડનાર જીજા-સાળાનું કરાયું સન્માન

આતંકી નવેદને પકડનાર જીજા-સાળાનું કરાયું સન્માન

ગુરુવારે, મુંબઇમાં આતંકી નાવેદની જીવતો પકડી પાડનાર જીજા સાળા રાકેશ શર્મા અને વિક્રમજીતને અભિનેતા સુનિલ શેટ્ટી અને ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન એમ.એસ.બિટ્ટા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

નાગપુરમાં ભારે વરસાદે લાવ્યું પૂર

નાગપુરમાં ભારે વરસાદે લાવ્યું પૂર

ગુરુવારે, નાગપુરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતા અનેક વહાનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. અને જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.

English summary
14 August: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X