For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ દૂર્ઘટનાઃ બિલ્ડિંગના કાટમાળમાંથી કઢાયા 14 શબ, વળતરની ઘોષણા

મંગળવારે દક્ષિણ મુંબઈના ભીડભાડવાળા ડોંગરી વિસ્તારમાં દશકો જૂની ચાર માળની ઈમારત પડી જવાથી ઘણા લોકો દબાઈ ગયા.

|
Google Oneindia Gujarati News

મંગળવારે દક્ષિણ મુંબઈના ભીડભાડવાળા ડોંગરી વિસ્તારમાં દશકો જૂની ચાર માળની ઈમારત પડી જવાથી ઘણા લોકો દબાઈ ગયા. આ દૂર્ઘટનામાં ચૌદ લોકો માર્યા ગયા છે અને બીજા ઘણા લોકોના ફસાયા હોવાની આશંકા છે. વળી,બે બાળકો સહિત કુલ નવ લોકોને બચાવવામાં આવ્યા છે. બચાવકર્મી હજુ પણ ઘટના સ્થળમાંથી કાટમાળ હટાવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મૃતકોના પરિવારે 5 લાખ અને ઘાયલોને 50-50 હજારનું વળતર આપવાની ઘોષણા કરી છે.

mumbai

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ત્રણ ટીમો સાથે દક્ષિણ મુંબઈના નિવાસીઓએ રાતે પોર્ટેબલ પાવર ટુલ્સનો ઉપયોગ કરીને તૂટેલા કોંક્રીટ અને ઈંટોના બ્લોકને હટાવવાનું કામ કર્યુ. જો કે મંગળવારે ભારે મશીનો ઈમારત સુધી ન પહોંચી શકી કારણકે જ્યાં આ દૂર્ઘટના થઈ છે એ ગલીનો રસ્તો ખૂબ જ સાંકડો હતો. ગયા સપ્તાહમાં ભારે વરસાદથી આ વિસ્તાર વધુ ભરાઈ ગયો હતો. ત્યાં રહેનારાને એક માનવા ચેન બનાવીને એનડીઆરએફની મદદથી ધીરે ધીરે કાટમાળ હટાવવામાં આવ્યો. આ ઈમારત 100 વર્ષથી વધુ જૂની હતી અને વરસાદના કારણે દર વર્ષે નબળી થતી જઈ રહી હતી.

હજુ પણ લોકો કાટમાળમાં દબાયેલા છે અને મૃતકોની સંખ્યા વધવાની આશા છે. હવે આ મામલે બીએમસીનું નિવેદન આવ્યુ છે. બિલ્ડિંગને બીએમસી તરફથી 2017થી ખતરનાક ઘોષિત કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આ ચેતવણી છતાં 100 વર્ષ જૂની આ બિલ્ડિંગમાં ઘણા પરિવાર રહી રહ્યા હતા. આ દરમિયાન બીએમસીનો એક પત્ર સામે આવ્યો છે જેમાં આ વાતનો ખુલાસો થયો છે. સાત ઓગસ્ટ, 2017ના રોજ આપેલ આ નોટિસમાં કેસરબાઈ નામની આ બિલ્ડિંગને બીએમસી એ સી-1 ઘોષિત કરવામાં આવ્યા હતા. એટલે કે આ બિલ્ડિંગને ખાલી કરીને પાડી દેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. બીએમસીએ સ્પષ્ટ કહ્યુ હતુ કે બિલ્ડિંગને ખાલી કરી દેવી જોઈએ નહિતર આ સાથે દૂર્ઘટનાની જવાબદારી બીએમસીની નહિ હોય. તમને જણાવી દઈએ કે ઈમારતમાં 8થી 10 પરિવાર રહેતા હતા.

આ પણ વાંચોઃ ઠાકોર સમાજનું ફરમાન, છોકરીઓને લગ્ન પહેલા મોબાઈલ નહિ, આંતરજ્ઞાતિય લગ્ન પર દંડઆ પણ વાંચોઃ ઠાકોર સમાજનું ફરમાન, છોકરીઓને લગ્ન પહેલા મોબાઈલ નહિ, આંતરજ્ઞાતિય લગ્ન પર દંડ

English summary
14 Dead In Mumbai Building Collapse, state government announces compensation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X