તમિલનાડુમાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ - CDC જનરલ બિપિન રાવતનું નિધન, IAFએ આપી જાણકારી
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની હાલત નાજુક હતી. જે કારણે તેમની વેલિંગ્ટનની એક સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને આઈએજી હેલિકોપ્ટરમાં સવાર હતા.
તમિલનાડુના કુન્નુર નજીક બુધવારના રોજ આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં CDC જનરલ બિપિવ રાવત, મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, હરજીંદર સિંહ, ગૌરસેવક સિંહ, જીતેન્દ્ર સિંહ, વિવેક કુમાર, બી સાઇ તેજા અને હાવ સતપાલ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ હતી.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની હાલત નાજુક હતી. જે કારણે તેમની વેલિંગ્ટનની એક સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને આઈએજી હેલિકોપ્ટરમાં સવાર હતા, જે આજે બપોરે તમિલનાડુના કુન્નુર પાસે ક્રેશ થયું હતું, જ્યારે આ ઘટના બની ત્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ વેલિંગ્ટનમાં ડિફેન્સ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા.
With deep regret, it has now been ascertained that Gen Bipin Rawat, Mrs Madhulika Rawat and 11 other persons on board have died in the unfortunate accident.
— Indian Air Force (@IAF_MCC) December 8, 2021
ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આપી જાણકારી
ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી છે કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં અવસાન થયું છે. નીલગિરિસના કલેક્ટર એસપી અમૃતે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, આ ઘટનામાં તમામ લોકોના મોત થયા છે. રાષ્ટ્ર માટે એક મોટી ખોટ છે.
ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના અંગે માહિતી આપતા આ પહેલા ભારતીય વાયુસેના દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, IAF Mi-17V5 હેલિકોપ્ટર, જેમાં CDS જનરલ બિપિન રાવત સવાર હતા, આજે તામિલનાડુના કુન્નુર પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે કારણ કે અમે અમારા CDS જનરલ બિપિન રાવત જીને એક ખૂબ જ દુઃખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. તેઓ એવા બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી હતી. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, "તમિલનાડુમાં આજે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના અવસાનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમનું અકાળે અવસાન એ આપણા સશસ્ત્ર દળો અને દેશ માટે અપુરતી ખોટ છે.
રક્ષા મંત્રીએ વધુમાં લખ્યું કે જનરલ રાવતે અસાધારણ હિંમત અને સમર્પણ સાથે દેશની સેવા કરી હતી. પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે, તેમણે આપણા સશસ્ત્ર દળોની સંયુક્તતા માટે યોજના તૈયાર કરી હતી.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે સીડીએસ હેલિકોપ્ટર દુર્ઘટના મામલે સરકાર આવતીકાલે સંસદમાં નિવેદન જારી કરી શકે છે.












Click it and Unblock the Notifications
