For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશ: 14 વર્ષની યુવતી સાથે 24 કલાકમાં બે વાર ગેંગરેપ

મધ્યપ્રદેશના છીંદવાળા જિલ્લામાં નાબાલિક યુવતી સાથે કથિત રીતે 24 કલાકમાં બે વાર ગેંગરેપ કરવામાં આવ્યો છે. 14 વર્ષની છોકરી સાથે છીંદવાળાના મહુવા ટોલામાં બે લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના છીંદવાળા જિલ્લામાં નાબાલિક યુવતી સાથે કથિત રીતે 24 કલાકમાં બે વાર ગેંગરેપ કરવામાં આવ્યો છે. 14 વર્ષની છોકરી સાથે છીંદવાળાના મહુવા ટોલામાં બે લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું. યુવતી ગમે તેમ કરીને તેમની પાસેથી બચીને ભાગી તો રસ્તામાં ત્રણ અન્ય લોકોએ તેનું અપહરણ કરી લીધું પછી તેની સાથે રેપ કર્યો. પોલીસે પાંચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પહેલા બે લોકોએ કર્યો રેપ, બચીને ભાગી તો...

પહેલા બે લોકોએ કર્યો રેપ, બચીને ભાગી તો...

પોલીસ અધિક્ષક નીરજ સોની ઘ્વારા જણાવવામાં આવ્યું કે 14 વર્ષની છોકરી સાથે બે લોકોએ 7 જુલાઇએ ગેંગરેપ કર્યો. પહેલા બે લોકોએ તેની અપહરણ કરીને મહુવા ટોલાના જંગલમાં બનેલી એક ઝૂંપડીમાં તેનો રેપ કર્યો. જયારે તે યુવતી તેમનાથી બચીને ઘરે જઈ રહી હતી ત્યારે બીજા ત્રણ લોકોએ તેની પકડી લીધી અને તેનો રેપ કર્યો. શનિવારે તેમની વિરુદ્ધ કેસ નોંધાયા પછી પાંચે આરોપીઓની મંગળવારે ધરપકડ કરી લેવામાં આવી છે.

સાંજે ઘરેથી નીકળી હતી

સાંજે ઘરેથી નીકળી હતી

છોકરી 6 જુલાઈની સાંજે ઘરેથી નીકળી હતી જયારે તે ઘરે પાછી આવી નહીં ત્યારે પરિવારના લોકોએ 7 જુલાઇએ કુંડીપુરા પોલીસ ચોકીમાં ગાયબ થવાની રિપોર્ટ લખાવી. 8 જુલાઇએ જયારે છોકરી મહુવા ટોલા વિસ્તારમાં મળી ત્યારે તેને પરિવાર અને પોલીસને છેલ્લા 24 કલાકમાં તેની સાથે થયેલા ક્રૂર વ્યવહારની કહાની સંભળાવી.

પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધાયો

પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધાયો

પોલીસે જણાવ્યું કે આરોપીઓની ઓળખ અમિત વિશ્વકર્મા, મોહિત ભારદ્વાજ, રાહુલ ભોંડે, બંટી અને અંકિત રૂપે થયી છે. આરોપી છીંદવાળાના મહુવા ટોલા વિસ્તારના રહેવાસી છે. પાંચે આરોપીઓ પર આઇપીસી ધારા 376-ડી (ગેંગરેપ), 506 (ધમકાવવું), 363 (અપહરણ) અને પોક્સો એક્ટ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

English summary
14 year old girl allegedly gangraped twice in 24 hours in Chhindwara Madhya Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X