For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15-18 વયજૂથ માટે વેક્સીનેશનઃ CoWin પર આજથી કરી શકો છો રજિસ્ટ્રેશન

એક જાન્યુઆરીથી 15થી 18 વયજૂથના બાળકો માટે કોવિડ-19 રસીકરણ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકાય છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં શનિવાર એટલે કે એક જાન્યુઆરીથી 15થી 18 વયજૂથના બાળકો માટે કોવિડ-19 રસીકરણ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકાય છે. સરકારે કહ્યુ છે કે બાળકોના રસીકરણ માટે વૉક-ઈન અને ઑનલાઈન રજિસ્ટ્રેશન બંને સુવિધા ઉપલબ્ધ હશે. દેશમાં 3 જાન્યુઆરી, 2022થી કોરોના સામે 15-18 વયજૂથના બાળકોને કોોરના વેક્સીનનો ડોઝ મળવાનો શરુ થઈ જશે. જ્યાં કોવિન(CoWin) રજિસ્ટ્રેશન શનિવારથી શરુ થશે. વળી, ઑનસાઈટ રજિસ્ટ્રેસન રસીકરણના દિવસે એટલે કે 3 જાન્યુઆરીથી જ શરુ થઈ જશે.

cowin

સરકારની ગાઈડલાઈન્સ મુજબ બાળકો 1 જાન્યુઆરીથી પોતાના આઈડી કાર્ડનો ઉપયોગ કરીને CoWin એપ પર સ્લૉટ બુક કરાવી શકે છે. કોવિન પ્લેટફૉર્મના પ્રમુખ ડૉ. આર એસ શર્માએ પહેલા કહ્યુ હતુ કે આધાર કાર્ડ અને અન્ય રાષ્ટ્રીય ઓળખ પત્રો ઉપરાંત બાળકો રજિસ્ટ્રેશન માટે પોતાના 10માં ધોરણના આઈડી કાર્ડનો ઉપયોગ પણ કરી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો(યુટી) સાથે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી એક બેઠક કરી છે જેમાં 15-18 વયજૂથ માટે રસીકરણના રોલઆઉટ અને નબળા વર્ગો માટે સાવેચીત ડોઝ આપવા પર ચર્ચા કરી છે. દેશમાં કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ હેલ્થ વર્કર, ફ્રંટલાઈન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર, 2021ના રોજ પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં કહ્યુ હતુ કે 15થી 18 વર્ષની વયજૂથના બાળકોને 3 જાન્યુઆરી, 2022થી કોરોના વેક્સીન આપવામાં આવશે. વળી, 10, જાન્યુઆરી, 2022થી હેલ્થ વર્કર, ફ્રંટલાઈન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

ભારત બાયોટેકની કોવેક્સીન જેને 12થી 18 વર્ષના વયજૂથમાં ઈમરજન્સીની સ્થિતિમાં પ્રતિબંધિત ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, બાળકો માટે ઉપલબ્ધ એકમાત્ર રસી છે. કેન્દ્રએ રાજ્યોને 15-18 વયજૂથના બાળકો માટે અલગ સમર્પિત કોવિડ-19 રસીકરણ કેન્દ્ર સ્થાપિત કરવાની સલાહ આપી છે.

English summary
15-18 age group vaccination: CoWin registration set to begin today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X