નવાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી શુભેચ્છા

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

નવાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી શુભેચ્છા

નવાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી શુભેચ્છા

ભારતના 69માં સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી. સાથે દ્રિપક્ષીય મુદ્દાઓ પર સમાધાનની આશા વ્યક્ત કરતા આવનારા સમયમાં બન્ને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો બની રહે તેવી ઇચ્છા વ્યક્ત કરી.

વડાપ્રધાનના ભાષણ પર ક્રોંગ્રેસે આપી પ્રતિક્રિયા

વડાપ્રધાનના ભાષણ પર ક્રોંગ્રેસે આપી પ્રતિક્રિયા

આજે સ્વતંત્રતા દિવસ પર દિલ્હીના લાલકિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ભાષણ આપ્યું તેના પર ક્રોંગ્રેસના નેતા ગુલાબ નબી પ્રતિક્રિયા કરતા કહ્યું કે 35 વર્ષમાં પહેલી વાર લાલકિલ્લા પર વિદેશ નિતી મામલે કંઇજ કહેવામાં નથી આવ્યું. તો વળી સલમાન ખુર્શીદે કહ્યું કે આટલા વિશ્વાસધાત બાદ પણ મોદી પાક. જોડે વાતચીત કરવા તૈયાર છે. ક્રોંગ્રેસના નેતા આનંદ શર્મા પણ કહ્યું કે મોદી તમામ વાતો પોકળ છે અને તેમને ખાલી સપના વેચતા આવડે છે.

ક્રોંગ્રેસ પર ભાજપે કર્યો ચોતરફી હુમલો

ક્રોંગ્રેસ પર ભાજપે કર્યો ચોતરફી હુમલો

દિલ્હીમાં કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે ક્રોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રાજનિતી પર સવાલ ઉઠાવતા કહ્યું કે ક્રોંગ્રેસની આવી ઓછી રાજનિતીના કારણે તે 44માંથી 4 થઇ જાય તો નવાઇ નહીં. સાથે જ તેમણે કહ્યું કે ક્રોંગ્રેસ થૂકો અને ભાગોની રાજનિતી કરે છે.

આઝાદીના દિવસે કેજરીવાલના નામે કર્યો વિવાદ

ભારતની આઝાદીની 69મી વર્ષગાંઠે દિલ્હીના છત્રાસલ સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડનો ઉપયોગ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ આ રીતે લખતા સોશ્યલ મીડિયા પર એક નવો વિવાદ ઊભો થયો છે.

ગૂગલ પણ મનાયો ભારતની આઝાદીનો જશ્ન

ગૂગલ પણ મનાયો ભારતની આઝાદીનો જશ્ન

ભારતના 69માં સ્વતંત્રતા દિવસે ગૂગલે હોમપેઝ પર ડાંડી માર્ચને યાદ કરીને એક ડૂડલ મૂક્યું છે. જેની પાછળ તેમના કેટલાક અનુયાઇઓ પણ છે. ત્યારે આજે આપણા સ્વતંત્રતા દિવસને ગૂગલ કંઇક આ રીતે યાદ કર્યું.

દિલ્હીનો લાલ કિલ્લો બન્યો અભેદ્ય

દિલ્હીનો લાલ કિલ્લો બન્યો અભેદ્ય

આજે ભારતના 69માં સ્વતંત્રતા દિવસ સમારંભ પર સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. લાલકિલ્લાની સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે 5 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પહેલી વાર સ્વાટ અને એનએસજીના જવાનોની સાથે બીએસએફના 200 પ્રશિક્ષિત કમોન્ડો તેનાત કરવામાં આવ્યા હતા. જે લાલકિલ્લાની આસપાસના 500 મીટર ક્ષેત્રફળની સુરક્ષા કરી રહ્યા હતા.

રાષ્ટ્રપતિએ કહ્યું અખાડામાં બદલાઇ ગઇ છે સંસદ

રાષ્ટ્રપતિએ કહ્યું અખાડામાં બદલાઇ ગઇ છે સંસદ

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કહ્યું કે વિકાસનો લાઙ દેશના ગરીબ સુધી પહોંચવો જોઇએ. ચોમાસુ સત્રમાં થયેલા હંગામા પર દુખ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ કહ્યું કે સંસદ અખાડામાં ફેરવાઇ ગઇ છે. સંસદમાં ચર્ચાથી વધુ ટકરાવ થઇ રહ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા દેશની ઉન્નતિનું આકલન આપણા મૂલ્યોની તાકાત પર થવું જોઇએ.

વેબસાઇટ પર યૌન અપરાધિઓની તસવીર નાખશે સરકાર

વેબસાઇટ પર યૌન અપરાધિઓની તસવીર નાખશે સરકાર

ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે સરકાર એક વેબસાઇટ પર દેશભરના યૌન અપરાધિઓ વિષે તમામ પ્રકારની જાણકારી લોકોને આપશે. વળી આ વેબસાઇટ પર દેશમાં ક્યાંય પણ મહિલાઓની સામે અપરાધ કરનાર વ્યકિતની સૂચના પણ આપવામાં આવશે.

હૈદરાબાદમાં વિદ્યાર્થીનીઓ લીધી એર ફોર્સ સ્ટેશનની મુલાકાત

હૈદરાબાદમાં વિદ્યાર્થીનીઓ લીધી એર ફોર્સ સ્ટેશનની મુલાકાત

શુક્રવારે, સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ હૈદરાબાદના એર ફોર્સ સ્ટેશન હકીમપેટની મુલાકાત લઇને વિદ્યાર્થીનીઓએ વિમાનો અને નેવી કેવી રીતે કામ કરે છે તે વિષે માહિતી મેળવી.

મહારાષ્ટ્રના કરદના ગોડાઉન શુક્રવાર

મહારાષ્ટ્રના કરદના ગોડાઉન શુક્રવાર

મહારાષ્ટ્રના કરદના ગોડાઉન શુક્રવાર રાતે લાગી ભીષણ આગ. તમામ માલ થયો બળીને ખાખ.

મુંબઇના સીએસીટી સ્ટેશનની રોનક

મુંબઇના સીએસીટી સ્ટેશનની રોનક

મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનલને સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ત્રિરંગી લાઇટથી કંઇક આ રીતે જગમગાવવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X