For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં ISIS ના 15 આતંકીઓ ઘૂસવાની આશંકા, હાઈ એલર્ટ

શ્રીલંકાથી લક્ષ્યદ્વીપ આવી રહેલી શંકાસ્પદ નાવડી અંગે ખુફિયા રિપોર્ટ પછી સુરક્ષા એજેન્સીઓ ઘ્વારા હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

શ્રીલંકાથી લક્ષ્યદ્વીપ આવી રહેલી શંકાસ્પદ નાવડી અંગે ખુફિયા રિપોર્ટ પછી સુરક્ષા એજેન્સીઓ ઘ્વારા હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખુફિયા રિપોર્ટ અનુસાર આ નાવડીમાં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા 15 લોકો સવાર હતા. કોસ્ટલ સિક્યોરિટી એડીજી પોલીસ ટૉમીન ઠાકરે ઘ્વારા ચેતવણી આપવામાં આવી છે કે શંકાસ્પદ સ્થિતિમાં 15 લોકો યાત્રા કરી રહ્યા છે. તેમને બધા જ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવા માટે જણાવ્યું છે. તેની સાથે સતત પેટ્રોલિંગ કરવાનો પણ આદેશ આપ્યો છે.

ISIS

એલર્ટ સામે આવ્યા પછી પોલીસે ઘણી જગ્યાઓ પર છાપામારી પણ કરી છે. પોલીસે તિરૂવનંતપુરમ સ્થિત હોટેલ લાઉન્જમાં છાપામારી કરી, જેથી કોઈ જ શંકાસ્પદ વ્યક્તિને પકડી શકાય. આપને જણાવી દઈએ કે આ ઘટના ત્યારે સામે આવી છે જયારે એનઆઈ ઘ્વારા પલક્કડથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેનો આઈએસઆઈએસ સાથે સંબધં છે. તેમને એનઆઈએ ને જણાવ્યું કે તે શ્રીલંકામાં થયેલા બૉમ્બ ધમાકાથી પ્રેરિત હતો. તેને આ પ્રકારના ધમાકા ભારતમાં પણ કરવાની યોજના બનાવી હતી.

English summary
15 ISIS suspects in intrusion, high alert in Kerala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X