For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાત્મા ગાંધીની 150મી જયંતિ, દેશને ખુલ્લામાં શૌચ મુક્ત ઘોષિત કરશે પીએમ મોદી

2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસર પર દેશભરમાં કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસર પર દેશભરમાં કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. મહાત્મા ગાંધીની જયંતિના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના સમાધિ સ્થળ પર જઈને પોતાના દિવસની શરૂઆત કરી. આજે તે ગુજરાતના સાબરમતી આશ્રમ પણ જશે. ભાજપ સાથે સાથે કોંગ્રેસ પણ દેશભરમાં અલગ અલગ કાર્યક્રમનુ આયોજન કરી રહી છે. કોંગ્રેસ નેતૈ દેશભરમાં પદયાત્રાનુ આયોજન કરી રહ્યા છે.

રાજઘાટ સાથે દિવસની શરૂઆત

રાજઘાટ સાથે દિવસની શરૂઆત

મહાત્મા ગાંધીની 150 જન્મ જયંતિના પ્રસંગે પ્રધાનમંત્રી મોદી ઘણી મહત્વની ઘોષણા કરવાના છે. આજે પીએમ પોતાના દિવસની શરૂઆત રાષ્ટ્રપિતાના સમાધિ સ્થળ રાજઘાટ જવા સાથે દિવસની શરૂઆત કરશે. પીએમ ત્યારબાદ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીના સમાધિ સ્થળ વિજયઘાટ પહોંચશે. તમને જણાવી દઈએ કે લાલ બહાદૂર શાસ્ત્રીની જયંતિ પણ ગાંધી સાથે બે ઓક્ટોરબરના રોજ મનાવવામાં આવે છે. રાજઘાટ અને શાસ્ત્રી સમાધિ બાદ પીએમ મોદી ગુજરાત પણ જશે જ્યાં તે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.

ખુલ્લામાં શૌચ મુક્ત ભારત

ખુલ્લામાં શૌચ મુક્ત ભારત

પીએમ મોદી સાંજે અમદાવાદ પહોંચશે, અહીં તે સાબરમતી આશ્રમ જશે. ગાંધીજીની 150મી જયંતિના પ્રસંગે પીએમ મોદી દેશને ખુલ્લામાં શૌચ મુક્ત ઘોષિત કરશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં ગાંધી જયંતિ પર જ પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી મોદી ત્યાં સ્વચ્છતા માટે આયોજિત થતા એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ સમારંભ માટે ગાંધીવાદી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો, પદ્મ પુરસ્કાર વિજેતાઓ, છાત્રો અને ગ્રામ સ્તરીય સ્વચ્છતા કાર્યકર્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ PM મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, સાંજે સાબરમતી આશ્રમ જશેઆ પણ વાંચોઃ PM મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, સાંજે સાબરમતી આશ્રમ જશે

દેશભરમાં કાર્યક્રમ-સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ

દેશભરમાં કાર્યક્રમ-સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ

પીએમ મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ દિલ્લીના શાલીમાર બાગમાં એક નાની સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તે ગાંધી સંકલ્પ યાત્રાને પણ રવાના કરશે. વળી, કોંગ્રેસ દેશભરમાં પદયાત્રા કાઢશે. પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી મહાત્મા ગાંધીન 150મી જયંતિ પર દિલ્લીમાં કાઢવામાં આવનાર એક પદયાત્રાનુ નેતૃત્વ કરશે. સોનિયા ગાંધી ઉપરાંત પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉમાં જ્યારે રાહુલ ગાંધી મહારાષ્ટ્રના વર્ધામાં પદયાત્રાનુ નેતૃત્વ કરશે. વળી, 2 ઓક્ટોબરે એટલે કે આજે દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થઈ જશે.

English summary
150th Birth Anniversary of Mahatma Gandhi, PM Modi Visit Sabarmati Ashram in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X