કોરોના વાયરસે ફરીથી મચાવ્યુ તાંડવ, 24 કલાકમાં સામે આવ્યા 1553 નવા કેસ
દેશમાં કોરોના વાયરસનો કહેર શમતો નથી દેખાઈ રહ્યો. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે માહિતી આપતા જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1553 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 17265 થઈ ગઈ છે. વળી, કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં થયેલા 36 લોકોના મોત સાથે મૃતકોનો આંકડો વધીને 543 થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોરોના વાયરસના 2546 દર્દી રિકવર થઈ ચૂક્યા છે.

આજથી લૉકડાઉન-2માં અમુક સેવાઓમાં છૂટ
તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમણની ચેન તોડવા માટે દેશમાં લૉકડાઉનનો બીજો તબક્કો 3 મે સુધી માટે લાગુ છે. લૉકડાઉન હેઠળ માત્ર જરૂરી સેવાઓની શ્રેણીમાં આવનારી સુવિધાઓ જ સામાન્ય લોકો માટે ખુલ્લી છે. જો કે 20 એપ્રિલ એટલે કે આજથી અમુક રાજ્યોમાં લૉકડાઉન-2માં અમુક સેવાઓમાં છૂટ મળવાની શરૂ થઈ જશે. છૂટ છતાં સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્ક પહેરવુ અનિવાર્ય રહેશે. હૉટસ્પૉટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટ અત્યારે આપવામાં આવશે નહિ.

પંજાબે પાછો લીધો લૉકડાઉન-2માં છૂટનો નિર્ણય
પંજાબ સરકારે લૉકડાઉન-2માં છૂટ લેવાનો નિર્ણય રવિવારે પાછો લઈ લીધો. આ નિર્ણય મુખ્યમંત્રી અમરિંદર સિંહની અધ્યક્ષતામાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે થયેલી એક બેઠકમાં લેવામાં આવ્યો છે. રાજ્યમાં માત્ર ઘઉ ખરીદવાનુ કામ ચાલુ રહેશે. આ પહેલા પંજાબે રાજ્યમાં કૃષિ ઉપરાંત ઢાબા ખોલવા જેવી ઘણી છૂટ સોમવારથી લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. મોડી રાતે સરકારે કહ્યુ કે તે 3 મે સુધી લૉકડાઉનમાં ઢીલ નહિ આપે. ઉલ્લેખનીય છે કે પંજાબ પણ દેશમાં એવા રાજ્યોમાં છે જ્યાં કોરોના વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે.

દિલ્લીમાં લૉકડાઉનના નિયમોમાં કોઈ ઢીલ નહિ
વળી, દિલ્લીમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોને જોતા કેજરીવાલ સરકારે નિર્ણય કર્યો છે કે તે હાલમાં લૉકડાઉનના નિયમોમાં કોઈ ઢીલ નહિ આપે. એક અઠવાડિયા બાદ ફરીથી સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ રાહત આપવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. હાલમાં અમુક દિવસોમાં દિલ્લીમાં કોરોના વાયરસના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. રાજધાની દિલ્લીમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 1893 કેસ સામે આવી ચૂક્યા છે જેમાં 72 તો રિકવર થયા છે પરંતુ 43ના મોત થઈ ચૂક્યા છે. આજની તારીખમાં દિલ્લીની હાલત એ છે કે અહીં બધા11 જિલ્લા હૉટસ્પૉટ ઘોષિત કરવામાં આવી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ ઓરિસ્સા માઈગ્રન્ટ વર્કર્સની સરળ ઘરવાપસી માટે અસરકારક પગલાં લઈ રહ્યુ છેઃ નવીન પટનાયક