For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માસૂમે લગાવ્યો સ્મૃતિ ઇરાની પર પિતાની મોતનો કલંક

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઇરાની પર રોડ અકસ્માત બાદ પીડિતોને મદદ ના કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ધટનામાં એક યુવકની મોત બાદ તેની 16 વર્ષીય પુત્રીએ સ્મૃતિ ઇરાની પર કોઇ પણ જાતની મદદ ના કરવાનો આરોપ લગાવ્યો છે. આ પીડિત યુવતી સંદિલી નાગરનું કહેવું છે કે જ્યારે અકસ્માત બાદ તેણે સ્મૃતિ ઇરાનીને મદદ કરવા કહ્યું તો તેણે તે વાતને કાને ના ધરી.

સંદિલીના કહેવા મુજબ સ્મૃતિ ઇરાની તેને કોઇ પણ પ્રકારની મદદ કર્યા વગર બીજી કારમાં બેસીને જતી રહી. તેણે કહ્યું કે જો સ્મૃતિ તેને મદદ કરતી તો તેના પિતા હોસ્પિટલ યોગ્ય સમયે પહોંચી શક્યા હોત અને આજે જીવત હોત! નોંધનીય છે કે આ ધટના ત્યારે બની જ્યારે મોડી રાત્રે સ્મૃતિ ઇરાની એક કાર્યક્રમ પછી દિલ્હી જઇ રહી હતી. ત્યારે જ એક બાઇક સવારથી તેમની કારનો અકસ્માત થઇ ગયો.

smriti irani

જેમાં એક યુવકની મોત થઇ અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. પીડિત યુવતીના ભાઇએ સ્મૃતિ ઇરાની વિરુદ્ધ કડક પગલા લેવાની માંગ કરી છે. તેણે કહ્યું કે અમારા પિતા જ અમારું ઘર ચલાવતા હતા. અને હવે તે જ નથી રહ્યા! વધુમાં એસએસપી રાકેશ સિંહે પણ રમેશ નગર રોડ અકસ્માતમાં મૃત્યુની વાત સ્વીકારી છે. જો કે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમમાં જ ખબર પડશે. જો કે આ મામલે સ્મૃતિ ઇરાનીની કોઇ પ્રતિક્રિયા હજી સુધી નથી આવી.

English summary
16 year old girl alleges that she pleaded for help from Smriti Irani but she ignored. A man was died in an car accident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X