શ્રીનગરમાં અલગાવવાદી નેતા મસર્રત આલમની ધરપકડ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

શ્રીનગરમાં આજે અલગાવવાદી નેતા મસર્રત આલમની ધરપકડ કરવામાં આવી. અને હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીને નજરબંધ કરવામાં આવ્યા. રાષ્ટ્રદ્રોહના આરોપો હેઠળ આલમની ધરપકડ કરવામાં આવી. જો કે પોતાની ધરપકડ પર ગિલાનીએ પ્રેસને કહ્યું કે "તેમના ઇરાદોને આ ધરપકડ રોકી નહીં શકે."

આગ્રા

આગ્રા

ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં ગુરુવારે સેન્ટ મેરીના ચર્ચમાં તોડફોડ કરવામાં આવી.

કોલકત્તા

કોલકત્તા

ગુરુવારે, તૃણમૂલ ક્રોંગ્રેસના સુપ્રીમો મમતા બેર્જીએ નગર નિગમની ચૂંટણી પહેલા એક વિશાળ રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું.

કોલકત્તા

કોલકત્તા

તૃણમૂલ ક્રોંગ્રેસની આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં. વધુમાં ટોલૂવૂડના સેલિબ્રિટીએ પણ મમતાની આ રેલીમાં હાજરી આપી, મોટી સંખ્યામાં લોકોનો ઉત્સાહ વધાર્યો.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના બદાયૂંમાં કિસાન મહાપંચાયતમાં હાજર રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે, ગુરુવારે કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી.

ભૂવનેશ્વર

ભૂવનેશ્વર

ગુરુવારે, ભુવનેશ્વરમાં દલિત આદિવાસી મહિલાઓએ પોતાની વિવિધ માંગણીઓ સાથે એક વિશાળ રેલી નીકાળી.

ધનબાદ

ધનબાદ

એસિડ હુમલાનો ભોગ બનેલી સોનાલી મુખર્જીએ ગુરુવારે ધનબાદમાં ચિત્તરંજન તિવારી જોડે લગ્ન કર્યા. ઝારખંડની એક કોર્ટમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એવા ચિત્તરંજન જોડે કોર્ટ મેરેજ કર્યા બાદ પ્રસન્ન દેખાતી સોનાલી.

કોઇમ્બતૂર

કોઇમ્બતૂર

ગુરુવારે, કોઇમ્બતૂરના કોનીઅમ્માન મંદિર ખાતે ADMKના કાર્યકર્તાઓએ તેમની નેતા જયલલિતા માટે પરંપરાગત દીપ ઝલાવીને પ્રાર્થના કરી. નોંધનીય છે કે જયલલિતા પર આયથી વધુ સંપત્તિ રાખવા મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

મુંબઇ

મુંબઇ

ગુરુવારે, થાણે રેલ્વે સ્ટેશનની 162મી વર્ષગાંઠ પર થાણેની મહિલા યાત્રીઓએ કેક કાપી ઉજવણી કરી.

મુંબઇ

મુંબઇ

મિસ વર્લ્ડ 2014 રોલેન સ્ટ્રોસ અને મિસ ઇંગ્લેન્ડ 2014 કૈરિના ટ્રાર્રેલે ગુરુવારે મુંબઇમાં એક કાર્યક્રમમાં હાજરી આપી.

વિશાખાપટ્ટનમ

વિશાખાપટ્ટનમ

ગુરુવારે, વિશાખાપટ્ટનમમાં રાજસ્થાન રોયલ અને સનરાઇજર્સ હૈદરાબાદ વચ્ચે પેપ્સી આઇપીએલ 2015ની મેચ રમાઇ હતી. જેમાં રાજસ્થાન રોયલની 4 વિકેટે, 131 રન કરીને વિજય થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X