For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICUમાં યુવતી પર ગેંગરેપ, કાગળ પર લખીને જણાવ્યો હેવાનિયતનો કિસ્સો

ICUમાં યુવતી પર ગેંગરેપ, કાગળ પર લખીને જણાવ્યો હેવાનિયતનો કિસ્સો

By Staff
|
Google Oneindia Gujarati News

બિલાસપુરઃ છત્તીસગઢના બિલાસપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં ઈલાજ માટે દાખળ 18 વર્ષીય વિદ્યાર્થિએ સનસનીખેજ ખુલાસો કર્યો છે. પીડિતાના પિતાએ સિવિલ લાઈન પોલીસ્ સ્ટેશનમાં ગેંગરેપનો મામલો નોંધાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવે આ મામલાનો રિપોર્ટ માંગ્યો છે. ટીએસ સિંહ દેવે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સતરીય તપાસ ટીમની રચના કરી છે.

બે વોર્ડ બૉયે ગેંગરેપ કર્યો

બે વોર્ડ બૉયે ગેંગરેપ કર્યો

જાણખારી મુજબ બિલાસપુરના નેહરુ ચોક સ્થિત એક ખાનગી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલે ગત 18 મેના રોજ એક વિદ્યાર્થિનીને દાખળ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીને કોઈ દવાનું ઈન્ફેક્શન થઈ ગયું હતું, જેના કારણે તેની તબિયત ઘણી બગડી ગઈ હતી. ત્યારથી જ યુવતી હોસ્પિટલમાં દાખલ હતી. આ દરમિયાન 21-22 મેની રાતે હોસ્પિટલના બે વોર્ડ બૉયે તેની સાથે ગેંગરેપ કર્યો. આ ઘટના બાદ યુવતી આઘાતમાં ચાલી ગઈ. તે વેંટિલેટર પર છે, જેને કારણે તે કંઈ ખુલ્લીને બોલી નથી શકતી.

પીડિતાએ કાગળ પર લખીને આપવીતી જણાવી

પીડિતાએ કાગળ પર લખીને આપવીતી જણાવી

પરિજનોએ પોલીસમાં આપેલ ફરિયાદમાં કહ્યું કે હોસ્પિટલના આઈસીયૂ વોર્ડમાં દાખલ તેમની 18 વર્ષની દીકરીએ ગત શનિવારે બપોરે તેમને કંઈક કહેવા માંગતી હતી પરંતુ મોઢા પર ઓક્સીઝન માસ્ક લાગેલું હોય અને કમજોરીને કારણે કંઈ બોી ના શકી. પરિજનો મુજબ છોકરીએ ઈશારો કરી પેન અને કાગળ માંગ્યાં. આ પેન અને કાગળ પર છોકરીએ હોસ્પિટલના બે વોરડ બૉયે રાતે તેની સાથે ગેંગરેપ કર્યો હોવાની વાત લખી.

સ્વાસ્થ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી

સ્વાસ્થ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી

દીકરી સાથે થયેલી આ હરકતથી પિતા દંગ રહી ગયા. તેમણે ડૉક્ટરને આ ઘટનાની જાણકારી આપી, પરંતુ ડૉક્ટરે મામલાને ગૂંચવવાની કોશિશ કરી અને દાવો કર્યો કે આવું થઈ જ ના શકે. આરપ છે કે આ બાદથી યુવતીની સતત ઘેનની દવા આપવામાં આવી રહી છે, જેથી આ ગંભીર મામલાને દબાવી શખાય. પીડિતાના પિતાએ બિલાસપુર સિવિલ લાયન્સ પોલીસ સ્ટેશને પહોંચી આ મામલે એફાઈઆર નોંધાવી દીધી. પોલીસે મામલાને પહેલા ગંભીરતાથી નહોતો લીધો, પરંતુ જ્યારે મીડિયામાં મામલો આવ્યો તો પોલીસે અજાણ્યા શખ્સો સામે કેસ નોંધી દીધો અને હોસ્પિટલે પહોંચી તપાસ શરૂ કરી. હવે સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવે મામલાનો રિપોર્ટ લઈ ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી અને પીડિતાને અપોલો હોસ્પિટલમાં દાખલ કરાવી દીધી.

પ્રેમિકાની હત્યા છૂપાવવા માટે 9 લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યાપ્રેમિકાની હત્યા છૂપાવવા માટે 9 લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યા

English summary
18 year old girl misdeeds at bilaspur hospital, FIR registered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X