અમેઠીમાં રાહુલ કહ્યું "મેં હૂં ના"

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મનોજ વશિષ્ટના સીસીટીવી ફૂટેજે આપ્યો નવો વળાંક

મનોજ વશિષ્ટના સીસીટીવી ફૂટેજે આપ્યો નવો વળાંક

ગત શનિવારે, નવી દિલ્હીના રાજેન્દ્ર નગર વિસ્તારમાં સાગર રત્ના રેસ્ટોરન્ટમાં સ્પેશલ સેલ દ્વારા કરાયેલા કથિત એનકાઉન્ટરમાં માર્યા ગયેલા મનોજ વશિષ્ટના કેસમાં નવો વળાંક આવ્યો છે. સોમવારે જાહેર કરાયેલા સીસીટીવીમાં પોલિસ જ્યારે રેસ્ટોરન્ટ પહોંચી ત્યારે મનોજે ભાગવાનો પ્રયત્ન કર્યો. આ હાથાફાઇમાં મનોજને ગોળી લાગી ગઇ. મનોજની પત્નીનું કહેવું છે કે જો મનોજ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો તો તેના પગમાં ગોળી કેમ ના મરાઇ અને તેના માથામાં ગોળી કેમ મારવામાં આવી?

"કેજરીવાલ નક્સલવાદી છે"- સુબ્રમણ્યમ સ્વામી

દિલ્હી મુખ્ય સચિવ નિયુક્તી મામલે સુબ્રમણ્યમ સ્વામીએ અરવિંદ કેજરીવાલને નક્સલવાદી કહ્યો. વધુમાં તેણે કહ્યું કે "તેને સરકાર ચલાવામાં કોઇ રસ નથી. તે આજ દિવસ સુધી દિલ્હીમાં ફ્રી વાઇ ફાઇનો તેના વાયદાને પૂરો નથી કરી શક્યો તો બીજું શું કરશે. તેને લાગ્યું કે તે કોઇ વાયદા પૂરા નહીં કરી શકે માટે તે આવા ગતકડાં નીકાળે છે."

કેજરીવાલની દિકરી સામે ફરિયાદ

કેજરીવાલની દિકરી સામે ફરિયાદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિકરી હર્ષિતા કેજરીવાલની સામે આરટીઓ અધિકારીને લાંચ આપવાની ઓફર કરવા માટે ભષ્ટ્રાચાર નિરોધક શાખામાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ દિલ્હી સરકારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ ઉમેશ સહગલે નોંધાવી છે. નોંધનીય છે કે આ વાતની પૃષ્ટિ કેજવાલે પોતે એક જાહેર રૈલીમાં આપી ચૂક્યા છે.

કેજરીવાલ પોતાનું દુખડું રાષ્ટ્રપતિ કહેશે

કેજરીવાલ પોતાનું દુખડું રાષ્ટ્રપતિ કહેશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલર અને ઉપરાજ્યપાલ નજીબ જંગની વચ્ચેની લડાઇ હવે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગઇ છે. આજે સાંજે કેજરીવાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળશે. જ્યાં તે પોતાની સમસ્યાની ચર્ચા રાષ્ટ્રપતિ જોડે કરશે.

અમેઠીમાં રાહુલ કહ્યું

અમેઠીમાં રાહુલ કહ્યું "મેં હૂં ના"

ફૂડ પાર્ક માટે છેલ્લે સુધી લડત આપવાની અને દરેક જગ્યાએ સરકારને ધેરવાની વાત ક્રોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં ખેડૂતો સમક્ષ કરી. વધુમાં મોદીના એક વર્ષના કાર્યકાળમાં માટે રાહુલ ગાંધી 10 માંથી 0 માર્ક આપ્યા. નોંધનીય છે કે હાલ અમેઠીના સાંસદ તેવા રાહુલ ગાંધી આ વિસ્તારના ત્રણ દિવસની યાત્રા પર છે.

રાહુલ ગાંધી પોતે ઝીરો છે- હરસિમરત કૌર

રાહુલ ગાંધી પોતે ઝીરો છે- હરસિમરત કૌર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વર્ષના કાર્યકાળને 10માંથી 0 આપનાર રાહુલ ગાંધી પર ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે કહ્યું કે રાહુલ ગાંધી પોતે એક ઝીરો છે અને તેમને શૂન્યથી વધારે કંઇ દેખાતું નથી. વધુમાં કૌરે કહ્યું કે રાહુલ ગાંધીની સરકાર 10 વર્ષમાં કંઇ નથી કરી શકી અને તો હવે શું કરવાની છે.

બહુ કર્યું ખેડૂત ખેડૂત હવે થોડી પેટ પૂજા કરી લઉં

બહુ કર્યું ખેડૂત ખેડૂત હવે થોડી પેટ પૂજા કરી લઉં

ક્રોંગ્રેસના ઉપાધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી હાલ અમેઠીની ત્રણ દિવસની મુલાકાત પર છે. જ્યાં તે કમૌસમી વરસાદથી હેરાન થયેલા ખેડૂતોને મળી રહ્યા છે. અને વિવિધ લોકો જોડે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે તેમની મુલાકાત દરમિયાન ખેતરની વચ્ચે લંચ બ્રેક લઇ રહેલા રાહુલ ગાંધી.

ક્રોંગ્રેસ મહિલા કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

ક્રોંગ્રેસ મહિલા કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

જમ્મુમાં ક્રોંગ્રેસ મહિલા કાર્યકરોએ જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા લેક પ્રોજેક્ટને અભરાઇએ ચઢાવા અને એઇમ્સ હોસ્પિટલને જમ્મુથી કાશ્મીરમાં ખસેડવાની સરકારની નીતીઓ વિરોધ કરવા એક વિરોધ પ્રદર્શન કર્યું. જેમાં તેમણે સરકારને બંગડી બતાવી કહ્યું કે કામ ના કરી શકતા હોવ તો આ બંગડીઓ પહેરી લો.

સીબીઆઇની નાગપુરમાં રેડ

સીબીઆઇની નાગપુરમાં રેડ

સોમવારે, સીબીઆઈ અધિકારીઓએ નાગપુરના સાઉથ સેન્ટ્રલ ઝોન ક્લચરલ સેન્ટર (SCZCC) રેડ પાડી હતી.

રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી દહેરાદૂનમાં

રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી દહેરાદૂનમાં

સોમવારે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દહેરાદૂનની મુલાકાતે હતા. જ્યાં તેમણે ઉત્તરાખંડ વિધાનસભાના ખાસ સત્રનું સંબોધન કર્યું.

અરુણા શાનબાગની કેમ્સથી અંતિમ વિદાય

અરુણા શાનબાગની કેમ્સથી અંતિમ વિદાય

સોમવારે કેમ્સ હોસ્પિટલ દ્વારા અરુણા શાનબાગના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. હોસ્પિટલના ડીન ડોક્ટર અવિનાશ સુપે તેમને મુખાઅગ્નિ આપી. આ વખતે અરુણાના પરિવારજનો પણ હાજર હતા. નોંધનીય છે કે અરુણા પર 27 નવેમ્બર 1973માં એક સફાઇકર્મીએ અમાનવીય રીતે બાળાત્કાર કર્યો હતો. જે બાદ તે છેલ્લા 42 વર્ષથી કોમામાં હતી. છેવટે નિમોનિયાના કારણે તેમની મોત થઇ.

જ્યારે હાથ બન્યા આંખો

જ્યારે હાથ બન્યા આંખો

સોમવારે, નાગપુરમાં આંતરાષ્ટ્રિય મ્યુઝિયમ ડેની ઉજવણી નાગપુર સેન્ટ્રલ મ્યુઝિયમ ખાતે કરવામાં આવી. જેમાં નેત્રહિન મુલાકાતીઓએ કલાકૃતિઓની સુંદરતા પોતાની સર્પેનીદ્રિયોથી માણી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X