મુંબઇ બ્લાસ્ટ: અબુ સલેમને કોર્ટે દોષી જાહેર કર્યા

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ: વર્ષ 1993 માં મુંબઇમાં એક પછી એક બોમ્બ ધમાકા થયા હતા. જે પર આજે કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. મુંબઇ બ્લાસ્ટ કેસ ટાડા કોર્ટમાં અંડરવર્લ્ડ ડોન અબુ સલેમ સમેત અન્ય 6 દોષીઓને આજે કાર્ટે તે આરોપી છે કે નહીં તે અંગે પોતાનો નિર્ણય સંભળાવશે. ઉલ્લેખનીય છે કે સલેમ સિવાય મુસ્તફા દૌસા, ફિરોજ ખાન, તાહિર મર્ચેટ, રિયાઝ સિદ્દીકી, કરીમુલ્લા શેખ અને અબ્દુલ કયૂમ આ મામલે દોષી જાહેર કરવામાં આવ્યા છે.

MUMBAI

ઉલ્લેખનીય છે કે સલેમ પર આરોપ છે કે તેણે મુંબઇ સ્થિત અનેક જગ્યાએ વિસ્ફોટ પહોંચાડ્યા હતા. સલેમ પર અભિનેતા સંજય દત્તના ઘરે જઇને એકે-47 રાઇફલ આપવા અને હેન્ડ ગ્રેનેડ આપવાનો પણ આરોપ છે. મુસ્તફા પર આરોપ છે કે તેણે મુંબઇમાં સમુદ્ર કિનારે આરડીએક્સ અને બીજા વિસ્ફોટક સામાનને ઉતાર્યો છે. ત્યાં જ રિયાઝ સિદ્દિકી પર આરડીએક્સથી ભરાયેલી મારુતિ વેન અબુ સલેમને આપવા, ફિરોઝ અને કરીમ ઉલ્લાહ પર વિસ્ફોટનો સામન પહોંચાડવા અને મોહમ્મદ તાહિર મર્ચેટ પર વિસ્ફોટમાં સામેલ અનેક લોકોને ટ્રેનિંગ આપવા માટે પાકિસ્તાન મોકલવા અને અબ્દુલ કય્યૂમ પર પણ સંજય દત્તને હથિયાર આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

MUMBAI

257 લોકોની મોત

ઉલ્લેખનીય છે કે આ મામલે વર્ષ 2006માં સૌથી મોટો નિર્ણય સંભળાવવામાં આવ્યા હતા. જેમાં 123 દોષીમાંથી 100 લોકોને સજા સંભળાવવામાં આવી હતી અને 23 લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. આ દરમિયાન યાકૂબ મેમનને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જે બાદ તેને 2015માં જુલાઇ મહિનામાં ફાંસીની સજા આપી હતી. ઉલ્લેખનીય છે કે 1993માં આ હુમલામાં 257 લોકોની મોત થઇ હતી અને મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

English summary
1993 Mumbai blast: Tada court can announce verdict against 7 accused including abu salem
Please Wait while comments are loading...